Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર સમજૂતી થઈ છે. AAP અને કોંગ્રેસે પંજાબ, ગોવા, હરિયાણા, ગુજરાત અને ચંદીગઢમાં ચૂંટણી લડવા માટે સીટોનું વિભાજન કર્યું છે. AAP દિલ્હીની ચાર બેઠકો પર ચૂંટણી લડશે. આ સિવાય કોંગ્રેસ ગુજરાતમાં 24 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. અહીં સંપૂર્ણ યાદી જુઓ                                                                                  


લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર સમજૂતી થઈ છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યો માટે સીટ વિતરણની જાહેરાત કરવામાં આવી છે. AAP અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી, હરિયાણા, ગોવા, ગુજરાત અને ચંદીગઢની બેઠકોને લઈને પરસ્પર સમજૂતી થઈ છે.                   


કોણ ક્યાથી લડશે ચૂંટણી


આપને જણાવી દઈએ કે, દિલ્હીની સાત લોકસભા સીટોમાંથી આમ આદમી પાર્ટી ચાર સીટો પર ચૂંટણી લડશે અને ત્રણ સીટો પર કોંગ્રેસના ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.


દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો


AAP દિલ્હીમાં ચાર સીટો પર ચૂંટણી લડશે



  • નવી દિલ્હી

  • પશ્ચિમ દિલ્હી

  • દક્ષિણ દિલ્હી

  • પૂર્વ દિલ્હી


કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે



  • ચાંદની ચોક

  • ઉત્તર પૂર્વ

  • ઉત્તર પશ્ચિમ


ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે


કોંગ્રેસ- 24


AAP- 2 (ભરૂચ અને ભાવનગર)


હરિયાણામાં લોકસભાની 10 બેઠકો


કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડશે


AAP એક બેઠક (કુરુક્ષેત્ર) પર ચૂંટણી લડશે


આ નિર્ણય ચંદીગઢ અને ગોવાની સીટો પર લેવામાં આવ્યો છે.કોંગ્રેસના ઉમેદવાર ચંડીગઢમાં ચૂંટણી લડશે.કોંગ્રેસ ગોવામાં બંને સીટો પર ચૂંટણી લડશે.


આ સાથે  AAP અને કોંગ્રેસે પંજાબમાં અલગ-અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ મુકુલ વાસનિકે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ અને AAP વચ્ચે સીટની વહેંચણી અંગે સમજૂતી થઈ છે. તેમણે કહ્યું કે ચંદીગઢ પર લાંબી ચર્ચા બાદ આખરે નિર્ણય લેવામાં આવ્યો કે કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી ચૂંટણી લડશે.