River Linked To Heavens Stunning Video Of Waterspout: કુદરત તેના ચમત્કારોથી આપણને આશ્ચર્યચકિત કરતી રહે છે, હાલમાં કુદરતની આવી અદભૂત ઘટના દર્શાવતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. Zlatti71 નામના યુઝર દ્વારા ટ્વિટર પર એક ટૂંકી ક્લિપ પોસ્ટ કરવામાં આવી છે. ક્લિપ રશિયાના પર્મ પ્રદેશમાં કામા નદીની સપાટી પર એક ચમકદાર સોનેરી જળપ્રકાશ દર્શાવે છે. આ દ્રશ્યને બોટ પરથી પસાર થતાં લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધું છે.






સોશિયલ મીડિયા પર અદભૂત વીડિયો વાયરલ 


13 જુલાઇ, 2023ના રોજ કેપ્ચર કરાયેલ આ વિડિયો નદીની સપાટી પરથી આકાશમાં પહોંચતો એક ઊંચો સોનેરી જળપ્રવાહ દર્શાવે છે. તે ખરેખર અદભૂત નજારો છે. વીડિયોનું કેપ્શન આપતા લખ્યું છે કે, 'થોડું પ્રકૃતિ અને માનસિકતા વચ્ચેના તફાવત વિશે. કામા નદી. પર્મ પ્રદેશ. જુલાઈ 13, 2023.'


વીડિયો જોઇને લોકો આશ્ચર્યચકિત


ઈન્ટરનેટ પર આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ યુઝર્સ તેને જોઈ ચૂક્યા છે અને તેના પર હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'યે કૂલ હૈ પર યે હૈ ક્યા.' અન્ય યુઝરે લખ્યું, 'સુંદર.' અન્ય યુઝરે તેને સુંદર પરંતુ ડરામણી ગણાવી છે.'


વોટરસ્પાઉટ શું છે? 


વોટરસ્પાઉટ એ ટોર્નેડોનો એક પ્રકાર છે, જે સ્તંભ અથવા ચક્રવાતની જેમ હવામાં ફરતી વખતે ઉપર વધે છે. સામાન્ય રીતે તે સમુદ્રની સપાટી પર રચાય છે. મોટે ભાગે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે.


અગાઉ પણ આવો જ એક વીડિયો આવ્યો હતો સામે 


 ભારે વરસાદ અને તોફાન દરમિયાન વીજળી પડવાના અનેક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો એટલો ખતરનાક છે કે તેને જોઈને કોઈપણ વ્યક્તિને ડર લાગી જશે. વીજળી પડવાથી અનેક વખત અકસ્માતો થયા છે. જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણી વખત વરસાદ પડતા પહેલા આકાશને ઘેરા વાદળો ઢાંકી દે છે. ક્યારેક આ કાળા વાદળો જોવામાં ખૂબ જ ડરામણા લાગે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ડરાવી દેશે. આ વીડિયોમાં આકાશમાં વાદળોની વચ્ચે જબરદસ્ત હિલચાલ જોઈ શકાય છે. આવા વીડિયો ભાગ્યે જ જોવા મળે છે.


આકાશમાં બનેલું ડરામણું દ્રશ્ય - VIDEO


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો મેક્સિકોનો જણાવવામાં આવી રહ્યો છે. આ વિડિયોમાં આકાશમાં એક ઝડપથી ફરતું વાદળ દેખાય છે. આ વાદળ આકાશમાં ફરતી વખતે ટોર્નેડો બની જાય છે, જેના કારણે ઘણો વિનાશ થાય છે. ઉત્તર અમેરિકા અને મેક્સિકોમાં આવા ટોર્નેડો વ્યાપકપણે જોવા મળે છે, જેના કારણે ત્યાં ઘણો વિનાશ થયો છે.


 ખૌફનાક વીડિયો થયો વાયરલ


આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઝડપથી આગળ વધતા વાદળમાંથી પૂંછડીની જેમ વાદળ બહાર આવવા લાગે છે. આ વાદળ અમુક અંતરે આકાશ તરફ ઉડતી ધૂળ સાથે ભળી જાય છે. આટલી ઝડપે ઉડતી ધૂળનો એક છેડો જમીનને સ્પર્શી રહ્યો છે, જ્યારે બીજો છેડો વધુ ઝડપે બનેલા વાદળોના એક અલગ પ્રકારને સ્પર્શી રહ્યો છે. આ વીડિયો ઘણો ડરામણો છે.


આકાશમાં દેખાયું ઝડપી ફરતું વાદળ


આ વીડિયોનું રેકોર્ડિંગ એટલી સારી રીતે કરવામાં આવ્યું છે કે બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વીડિયોને ટ્વિટ કરતી વખતે વન્ડર ઑફ સાયન્સે તેને ટોર્નેડોની રચનાનો અદ્ભુત ક્લોઝ-અપ વીડિયો ગણાવ્યો હતો. આ વીડિયોમાં વાદળ એટલી ઝડપથી આગળ વધી રહ્યા છે કે એવું લાગે છે કે પૃથ્વી પર કોઈ મોટું આકાશી સંકટ આવવાનું છે. આ ઝડપી ગતિશીલ વાદળ આકાશના અમુક ભાગોમાં જ દેખાય છે, પરંતુ તે ખૂબ જ ડરામણું છે.