Hit And Run: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 8 વર્ષની બાળકીનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારે 8 વર્ષની બાળકીને ભયંકર ટક્કર મારી હતી. ટક્કર એવી જોરદાર હતી કે, બાળકીને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટના વહેલી સવારે બની હતી. વહેલી સવારના સમયે બાળકી ખેતરથી તેના ઘર તરફ જતી તે સમયે અકસ્માતની ઘટના બની. ઉલ્લેખનિય છે કે આ જ બાળકીને પિતાનું 2 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું.ફરાર સ્વિફ્ટનાં ચાલકની ધાનેરા પોલીસે શોધખોળ શરૂ કરી છે. માસૂમ બાળકીના અણધારી વિદાયથી સમગ્ર પરિજન અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તો બીજી તરફ મહેસાણાના આખજ ગામ પાસે અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યો હતો. બંને અલગ અલગ ઘટનામાં વાહન ચાલકને લાપરવાહીને લઇને પોલીસે ગુનો નોંઘીને વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદરના બાપોદર ગામની વિદ્યાર્થીની માટે પ્રવાસ બન્યો અંતિમ યાત્રા, વોટર સ્લાઈડના દોરડામાં પગ ફસાતા થયું કરૂણ મોત
ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઘણી શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન જૂનાગઢના માણાવદરના બાપોદર ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ આવ્યા હતા. પ્રવાસમાં છેલ્લે સૂરજ ફનવર્લ્ડની મુલાકાતે બાળકોને લઇ જવાયા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક વિદ્યાર્થીનીનો પગ ફસાયા બાદ તે 10 ફૂટ ઉપર ગઇ હતી જ્યાં લોખંડમાં તે ભટકાઇને જમીન પર પટકાતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર તાલુકાની બાપોદર સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનું નામ પાલી કાકડીયા છે. હાલ પોલીસે સમગ્ર બનાવ મુદ્દે તપાસ હાથ ધરી છે.