અમદાવાદઃ આણંદ જિલ્લાના સારસા ગામે વિવિધ જ્ઞાતિઓની ગરીબ પરિવારની 65 કન્યાઓનો 21મો સમૂહ લગ્ન યોજાયો હતો. આચાર્ય અવિચલદાસજી મહારાજે સમાજના દરેક વર્ગના મા-બાપને સમૂહ લગ્નના આયોજનમાં પોતાના સંતાનોને પરણાવવાનો અભિગમ રાખવાની હાકલ કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 1800થી વધુ કન્યાઓના લગ્ન કરાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, લગ્ન પ્રસંગે કન્યાઓને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પ્રમાણે અપાતી ભેટની રકમ 20 હજાર રૂપિયાથી વધારવી જોઈએ. ગોવા જેવી નાની રાજ્ય સરકાર પણ લગ્ન પ્રસંગે કન્યાને 1 લાખ રૂપિયાની ભેટની રકમ આપે છે.

આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન ઝુલાસણ (બોસ્ટન, યુએસએ)ના અજંનાબહેન તથા દિનેશભાઈ પટેલ હતા. લગ્નની 25મી વર્ષગાંઠ નિમિત્તે તેઓ લગ્નોત્સવના મુખ્ય યજમાન બન્યા હતા.