Accident In Anand: આણંદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ત્રણ કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર નિકાળવામાં આવ્યા હતા. ત્રણેવ યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાની વિગતો છે.


બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણ કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણેવ યુવાનો બોરસદના જંત્રાલના વતની છે. ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.