આણંદઃ અમૂલે ભારતનું પ્રથમ ટ્રૂ સેલ્ટઝર લોન્ચ કર્યુ છે. કંપનીએ ભારતનું પ્રથમ સેલ્ટઝર હોવાનો દાવો કર્યો છે. અમૂલ દ્વારા લેમન અને ઓરેંજ બે ફ્લેવરમાં સેલ્ટઝર લોન્ચ કરવામાં આવ્યું છે. મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કરી કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પ્રવેશ કર્યો છે.


ગુજરાતના બજારમાં આ સપ્તાહે બે ફલેવર રજૂ કર્યા પછી, અમૂલ તેનાં કોલા, જીરા, એપલ જેવાં ઘણાં વેરીયન્ટ રજૂ કરશે. પ્રારંભિક તબક્કે અમે તેને ગુજરાતની બજારમાં લોન્ચ કર્યું છે અને ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ તેને લોન્ચ કરાશે.



અમૂલના જણાવ્યા પ્રમાણે નવી પેઢીની પસંદગી માટે અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલીડઝ ઉમેરી કાર્બોનેટેડ પીણુ બનાવેલ છે. અમૂલ બ્રાન્ડ ફ્લેવર્ડ મિલ્ક ક્ષેત્રનાં પીણાંમાં માર્કેટ લીડર છે તેમના દ્વારા વિવિધ પ્રકારના ફલેવર્ડમિલ્ક, કોલ્ડ કોફી, મિલ્ક શેક્સ, સ્મુધીઝ, અને કઢાઈ દૂધ, ગોળ દૂધ, હની દૂધ, ઉપરાંત રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરતાં હલ્દી દૂધ, તુલસી દૂધ, જીંજર (આદુ) દૂધ, અશ્વગંધા દૂધ અને ડેરી આધારિત મોકટેઈલ્સ તેમજ છાશ અને લસ્સી જેવાં પરંપરાગત પીણાંનો અસરકારક પોર્ટફોલિયો ધરાવે છે.