આણંદ: આંકલાવ પાસે ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આંકલાવ નજીક થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં તમામ મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના પરિવારને બે લાખની સહાય કરવામાં આવી છે.


ટેમ્પો આશરે 15થી વધારે લોકો ભરી આંકલવ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ટેમ્પોની ટ્રેલર સાથે ટક્કર થઇ હતી. આ અકસ્મતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પાદરા તાલુકાના ઉમરાયા ગામે આવેલ કેડીલા કંપનીથી નોકરી કરી સારોલ પરત આવતા અકસ્માત સર્જાયો હતો. તમામ વ્યક્તિઓ સારોલ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.