Anand News: આણંદમાં ભાજપનો કાર્યકર વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો છે. ભાજપના કાર્યકર ભૌમિક પટેલની પોલીસે ઘરપકડ કરી છે. ઉમરેઠની કર્ણાવતી સોસાયટી પાસેથી આરોપીને પોલીસે વિદેશી દારૂની 18 બોટલો સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂ.30 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી ભાજપના કાર્યકરની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હતો. ઉમરેઠ પોલીસે દારૂબંધી ધારા હેઠળ કાર્યવાહી કરી છે.


અરવલ્લી જિલ્લામાં 3 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ... કારણ હતું... દારૂની હેરાફેરી કરવી... ગઈકાલે અરવલ્લીના મેઘરજમાં દારૂ ભરેલી કારનો બાઈક સાથે અકસ્માત થયો હતો... ઘાયલ બાઈકચાલકને સારવાર માટે ખસેડાયો હતો.. જો કે, આ દરમિયાન કારમાંથી એક શખ્શ અન્ય કારમાં દારૂની પેટીઓ મૂકતો જોવા મળ્યો.. આરોપ લાગ્યો કે, આ શખ્શ મેઘરજ પોલીસ સ્ટેશનનો હેડ કૉન્સ્ટેબલ અર્જુન ગઢવી છે... ઈજાગ્રસ્ત બાઈકાચાલકના પરિવારની ફરિયાદ બાદ તપાસ કરાઈ... તો CCTVમાં ત્રણ પોલીસકર્મીની કરતૂતનો ભાંડો ફૂટ્યો.. જિલ્લા પોલીસવડાએ હેડ કૉન્સ્ટેબલ અર્જુન ગઢવીની સાથે જતીન અને વિજય નામના પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.


રાજયમાં ધૂળેટી અમંગળ બની છે. રાજ્યમાં ધૂળેટીના દિવસે ડૂબી જવાની અલગ- અલગ છ ઘટના બની. સુરત, વડોદરા, રાજકોટ, બોટાદમાં એક બાળક સહિત કુલ 13 લોકોના મૃત્યુ થયા છે.


સુરતમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો હતો..ધૂળેટીને લઈ કોઝવેમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા.એક યુવક ડૂબવા લાગતા બીજો યુવક પણ તેને બચાવવા તાપીમાં પડ્યો, જો કે બંનેનું ડૂબી જતા મોત થયું.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.


મહેસાણાના ખેરાલુ તાલુકામાં તળાવમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા.નાની હીરવાણી ગામમાં માછલા પકડવા ઉતરેલા 3 યુવાનો તળાવમાં ડૂબ્યા.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી અને ત્રણેય યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા.


રાજકોટના આજીડેમમાં ડૂબી જતા એક યુવાનનું મોત થયું છે. ધૂળેટી રમી આજીડેમમાં નાહવા ગયા હતા ત્યારે ઘટના બની હતી. 19 વર્ષીય યુવકના મોતથી પરિવાર ઘેરા શોકમાં છે. ફાયર બ્રિગેડની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો.


વડોદરાના પાદરાની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા હતા. જેમાં એક બાળકનું મોત થયું હતું. ધૂળેટી રમ્યા બાદ બાળકો કેનાલમાં હાથ પગ ધોવા ગયા હતા.


બોટાદના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હતા. કેનાલમાં નાહવા પડેલા ચાર યુવકો પૈકી ત્રણની લાશ મળી આવી છે, એક યુવકની ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ ચારે યુવકો બોટાદ શહેરના પાળીયાદ રોડ અશોકવાટિકાના રહેવાસી છે.