આણંદ જિલ્લામાં હનીટ્રેપનો કેસ સામે આવ્યો છે. આણંદના 53 વર્ષીય આધેડ હની ટ્રેપનો શિકાર બન્યા છે. 53 વર્ષના આધેડને બાદનામ કરવાની ધમકી આપી મસમોટી રકમની માંગ કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદ બાદ પોલીસે 4 શંકમંદોને ઝડપી તપાસ હાથ ધરી છે.
આણંદના 53 વર્ષીય આધેડ હનીટ્રેપમાં ફસાયા હતા. આધેડ સાથે ટેલિફોનિક સંપર્ક થયા બાદ આરોપીઓએ આધેડને આણંદના કરમસદ રોડ પર આવેલી હોટલમાં મળવા બોલાવ્યા હતા.જેને પગલે આધેડ હોટલમાં ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ આધેડનો વીડિઓ બનાવી લીધો હતો. બાદમાં આરોપીએ આધેડને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. આધેડને બદનામ કરવાની ધમકી આપી આરોપીઓએ સોનાની ચેન અને 4500 રોકડ સહિત 45,500 પડાવી લીધા હતા.
ગ્રાઈન્ડર નામની ફ્રેંડશીપ એપ થકી આધેડને ફસાવવામાં આવ્યા હતા. કરમસદ રોડ પર આવેલ હોટલમાં બોલાવી વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરાયું હતું. 5 લાખની માંગ કરવામાં આવી હતી. આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી
આજે અને આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 48 કલાક ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આજે અરવલ્લી, મહીસાગર, વલસાડ, ડાંગ, તાપી તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ અમદાવાદ વરસશે સામાન્ય વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.