Anand News: આણંદના ઠાસરાના ધુણાદરા લાખોટી પરામાં એક જ પરિવારના ઝઘડા દરમિયાન એસિડ અટેક થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, આણંદના ઠાસરાના ધુણાદરા લાખોટી પરામાં એક પરિવારમાં ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પરિવારની જ એક મહિલાએ એસિડ અટેક કર્યો હતો.


વાસ્તવમાં લાઇટ બંધ કરવાના કારણે ઝઘડો થયાની જાણકારી મળી રહી છે. આ ઝઘડામાં વાત વણસી જતા પરિવારની મહિલાએ એસિડ એટેક કર્યો હતો.  જેમાં ત્રણ પુરૂષ અને એક બાળકીને ઈજા પહોંચી હતી.  જે પૈકી બે વ્યકિત ગંભીર રીતે દાઝી જતા ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. હાલમાં તો ડાકોર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતીને પણ એસિડ અટેકની ધમકી મળી હતી. એક યુવકે યુવતીને ધમકી આપી હતી કે જો તે લગ્ન નહી કરે તો તેના પર એસિડ ફેંકશે. યુવતી જ્યાં જાય ત્યાં જઈ રોમિયો પરેશાન કરતો હતો. યુવકે ત્રણ વર્ષ પહેલા ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવતીએ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરતા આરોપી યુવક યુવતીને મેસેજ અને કોલ કરી ધમકી આપતો હતો. આખરે કંટાળીને યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિપીન શુક્લાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં યુવતિ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરેશ પટેલ નામના આરોપીએ યુવતિને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અને પીડિતા વર્ષ 2019થી ફેસબુક માધ્યમથી બન્ને સંપર્કમા આવ્યા હતા. સગાઈની વિધિ કરી આરોપી પરેશ પટેલે યુવતિને રાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મમાં મદદ કરનારા વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા પોલીસે આરોપી નરેશ પટેલ, દિનેશ પટેલ, કંચન પટેલ અને કપિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


રાજકોટના ભીસ્તીવાડમાં રહેતા નામચીન હકુભા ખીયાણીએ માત્ર 14 વર્ષની તરૂણીને ઉપાડી જઇ ટૂંકા સમયમાં તેની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના આધારે બી ડીવીઝન પોલીસે હકુભા અને તેને આ કૃત્યમાં મદદ કરનાર તેના પરિવારના ત્રણ સભ્યો વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. ભારે ઉહાપોહ મચાવનાર આ કેસમાં તાત્કાલીક પોલીસે હકુભા ઉપરાંત તેના પુત્ર મીરઝાદની અટકાયત કરી છે. જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.