Anand News: શિક્ષણના ધામ વિદ્યાનગરમાં આવેલી નિષ્ઠા હોટેલના રૂમ નંબર 306 માં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 વિદ્યાર્થીઓને વિદ્યાનગર પોલીસે છાપો મારી રંગે હાથ ઝડપી લીધા હતા. આ તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે.  મૂળ લુણાવાડાના અને વાસદ રહેતા કશ્યપ સેવકના બર્થ ડેને લઈ દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. પોલીસે તમામ 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


આણંદ પાસેના ચિખોદરા ગામની સીમમાં આવેલ તલાવડી પાસેની એક રહેણાંક સોસાયટીના મકાનમાં આણંદ ગ્રામ્ય પોલીસે ઓચિંતો છાપો મારી બનાવટી વિદેશી દારૂ બનાવી વેચાણ કરવાનું રેકેટ ઝડપી પાડયું હતું. પોલીસે ઘટના સ્થળેથી બે શખ્સોને ઝડપી પાડી કુલ્લે રૂા.૩૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આણંદ પાસેના ચિખોદરા ગામની સીમમાં આવેલ સેજા તલાવડી નજીકની નારાયણ કુટીર સોસાયટીના એક મકાનમાં બાબુભાઈ ભીખાભાઈ તળપદા બનાવટી વિદેશી દારૂ બનાવવાનું રેકેટ ચલાવી રહ્યો હોવાની ગુપ્ત બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા સ્થળ પરથી બે શખ્સો બોટલોમાં વિદેશી દારૂ ભરતા મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા બંને શખ્સના નામઠામ અંગે પૂછપરછ કરતા નરસિંહભાઈ રામાભાઈ તળપદા અને મહેન્દ્ર ઉર્ફે કાભઈ ગોરધનભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કુલ ૭૦ ક્વાટરીયા તથા ૩૫ લીટરના ત્રણ ખાલી કારબા, ૪૦ કાચની બોટલો, સીલ મારવાનો રોલ, ફોન, ટુવ્હીલર મળી કુલ્લે રૂા.૩૦,૫૯૨નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ બંને શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરતા આ વિદેશી દારૂ મુખ્ય સૂત્રધાર બાબુભાઈએ બનાવી આપ્યો હોવાનું અને તેઓ બોટલોમાં ભરી રહ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


ગઈકાલે અમદાવાદના શિવરંજની પાસે આવેલા ઝાંસીની રાણીના પૂતળાં પાસે આવેલા વિનસ સ્ટ્રાટ્સ બિલ્ડિંગમાં 1203 નંબરની ઓફિસમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસની ટીમ આ બિલ્ડિંગમાં પહોંચી હતી. પોલીસે બાતમી આધારે ઓફિસમાં રેડ કરતા ચાર શખ્સો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.