Anand News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે વહેલી સવારે આણંદના ભાદરણ પાસે સ્કુલ બસને અકસ્માત નડ્યોછે. જેમાં ઘાયલ થયેલી એક વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે અક્સ્માતમાં તમામ અન્ય બાળકોનો આબાદ બચાવ થયો. બસ રોડની સાઈડમાં ટર્ન ઓવર થતાં બનાવ બન્યો હતો. અક્સ્માત થતાં સ્થાનિકોના ટોળા એકઠાં થયા હતા. જે બાદ વાલીઓ બાળકોને લઈને ઘરે નીકળી ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.


અમદાવાદમાં લગ્નના 15 દિવસ બાદ પરિણીતાને સાસરિયાની કનડગત


વટવામાં રહેતી મહિલાને સાસરીયા દ્વારા લગ્નના પંદર દિવસ પછી માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવાંનો શરુ કર્યો હતો એટલું જ નહી પતિને અન્ય સ્ત્રી સાથેના આડા સબંધની જાણ થતાં પતિ પત્નીને મારઝૂડ કરતો હતો તેમાંયે ખાસ કરીને દિકરીના જન્મ બાદ હેરાનગતિ વધી ગઇ હતી. તાજેતરમાં પતિ સહિત સાસરીયાઓએ પિયરમાં આવીને મહિલા સાથે છૂટાછેડાની જીદ પકડીને મહિલાને માર માર્યો હતો.




આ કેસની વિગત એવી છે કે વટવા વિસ્તારમાં વિઝોલ ગામ પાસેની સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષની મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે રહેતા પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે  ફરિયાદ નોંધાવી છેકે મહિલાના સાત વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના પંદર દિવસ બાદ ઘરકામ કરવા બાબતે  નાની નાની વાતોંમાં માનિસક તેમજ શારિરીક આપવાની શરુઆત થઇ હતી. પતિ ઘર ખર્ચ આપતો ન હતો  પતિને બીજી સ્ત્રી સાથે આડા સબંધની જાણ થતાં પતિ મહિલાને માર મારતો હતો.


દીકરીના જન્મ બાદ વધી હેરાનગતિ


એટલું જ નહી બે વર્ષ પહેલા દિકરીના જન્મ બાદ મહિલાને વધારે હેરાન કરતા હતા જેથી દોઢ વર્ષ પહેલા મહિલા પોતાની દિકરીને લઇને પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી. તાજેતરમાં પતિ સહિત સાસરીના સભ્યો પિયરમાં આવ્યા હતા અને દિકરીને પોતાની સાથે લઇ જવાની અને મહિલાને રાખવાની ના પાડી હતી જેથી મહિલાએ દિકરી લઇ જવાની ના  પાડતા તકરાર કરીને પતિ પિયરમાં મહિલાને માર માર્યો હતો. આ બનાવ અંગે વટવા પોલીસે માનસિક તેમજ શારિરીક ત્રાસ  સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.