આણંદઃ બોરસદના વાલવોડ ખાતે મહીસાગર નદીમાં બે યુવકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે સ્નાન માટે બે યુવકો મહીસાગર નદીએ આવ્યા હતા. એક યુવકની લાશ મળી છે, જ્યારે અન્ય એક યુવાનની કશોધખોળ રાઈ રહી છે. બન્ને યુવાનો ખેડાસા ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગામના તરવૈયાઓ દ્વારા મહીસાગર નદીમાંથી એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે.
Kheda : લવ મેરેજ કરનાર યુવતીએ તેના જ પતિની કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
ખેડાઃ કપડવંજના સુલતાનપુરામાં લવ મેરેજનો કરુણ અંત આવ્યો છે. ખૂદ પત્નીએ પતિની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિ વેહેમ રાખી અવારનવાર ઝગડા કરતો હોઈ હત્યા કરી નાંખી છે. પત્નીએ કાન અને માથાના ભાગે લાકડાના ડંડાથી માર મારી હત્યા નીપજાવી હતી. પતિનું કાસળ કાઢી ઘરની પાછળ ખાડો ખોદી દફનાવી દેવાની તૈયારી કરી હતી. સમગ્ર મામલે કપડવંજ પોલીસે ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સાત વર્ષ પહેલા યુવતીને તેનાથી 10 વર્ષ મોટા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગી ગયા હતા. તેમજ દોઢ વર્ષ પહેલા બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. તેમને દોઢ વર્ષનો એક દીકરો પણ છે. લગ્ન જીવન થોડો સમય સારી રીતે ચાલ્યા પછી પતિના શંકાશીલ સ્વભાવને કારણે તકરાર થવા લાગી હતી.
પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડો કરતો હોવાથી પત્ની કંટાળી ગઈ હતી. ત્યારે ગત 15મી ઓગસ્ટે યુવતીએ પતિના માથામાં લાકડી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિનું કાસળ કાઢનાર પત્નિએ તેનો ગુનો કબૂલી લીધો છે. જેથી પોલીસે તેને જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ છે. જોકે, તેના દોઢ વર્ષના બાળકને પણ માતા સાથે જેલમાં રહેવું પડશે. પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, દોઢ વર્ષિય બાળકનું હજુ ધાવણ છૂટ્યું નથી. જેથી માતા સાથે રાખવું જરૂરી છે. જો કે, બાદમાં કોર્ટના આદેશ બાદ તેની કસ્ટડી અંગે નિર્ણય લેવાશે.