ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા. મળતી જાણકારી અનુસાર, ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ભાજપે આણંદ બ્લોકમાંથી કાંતિ સોઢા પરમારને, રાજેંદ્રસિંહ પરમારને ખંભાત બ્લોકથી મેદાનમાં ઉતાર્યા છે. તે સિવાય પેટલાદ બ્લોકથી બીના પટેલ, કઠલાલ બ્લોકથી ગેલા ઝાલા, કપડવંજ બ્લોકથી ધવલ પટેલ, મહેમદાવાદ બ્લોકથી ગૌતમ ચૌહાણ, માતર બ્લોકથી ભગવત પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 12 બેઠકમાંથી ભાજપે 11 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. બોરસદ બ્લોકમાંથી હજુ નથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી 10 સપ્ટેમ્બરે યોજાવાની છે.

ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર કરાઈ છે. અગાઉ 1195 જેટલા મતદારોની કાચી યાદી તૈયાર કરાઈ હતી. વાંધા અને સૂચનો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા હવે 1210 મતદારોની નવી યાદી જાહેર કરાઈ છે. ચૂંટણીમાં મહિલાઓ માટે 2 બેઠક અનામત રાખવામાં આવી છે આથી, પહેલી વખત નિયામક મંડળમાં મહિલાઓને સ્થાન મળશે. આણંદના ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે મહિલા માટે 2 બેઠકો અનામત રખાઈ હોવાથી અમૂલમાં નિયામક મંડળમાં પહેલી વખત મહિલાઓને સ્થાન મળશે. પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ છે. આણંદનાં BJP જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની નિયામક મંડળની 12 બેઠક અને એક વ્યક્તિગત બેઠક ની મુદ્દત પૂર્ણ થતાં નિયામક મંડળ ની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોની પસંદગી માટે ચર્ચાઓ ચાલી રહી છે

બીજી તરફ ખેડા જિલ્લા ભાજપમાં ભડકો થયો હતો. કપડવંજ ભાજપના પૂર્વ MLA કનુ ડાભીએ બળાપો કાઢ્યો હતો. જૂથવાદના કારણે પાર્ટીમાં અવગણના થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. કનુ ડાભીએ કહ્યું હતું કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય અપાય છે. વર્ષોથી પાર્ટીનું કામ કરતા લોકોની અવગણના થાય છે. પાર્ટીમાં જૂના કાર્યકરોની કોઈ કદર કરાતી નથી. સ્થાનિક સ્તરે જૂથવાદના કારણે પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા જળવાતી નથી. સંકલનના અભાવના કારણે વિસ્તારના વિકાસના કામો થતા નથી.