આંકલાવ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022મા કોંગ્રેસનો રકાસ થયો છે. 2017મા જ્યા તેમને 77 બેઠક મળી હતી પરંતુ 2022મા કોંગ્રેસને 17 બેઠકો મળી છે. આ 17 બેઠકોમાં એક બેઠક આંકલાવની પણ છે. આંકલાવ બેઠક પર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની જીત થઈ છે. હવે જીત બાદ અમિત ચાવડા પોતાના સમર્થકો સમક્ષ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભલે સરકાર હોય કે ના હોય, અહી તો આપડી જ સરકાર છે. જીત્યા બાદ સમર્થકોને સંબોધતા ચાવડાએ હુંકાર કરી સમર્થકોમાં ઉત્સાહ ભર્યો હતો. મતદાર કે કાર્યકરને કંઇપણ કામ હોય તો અમિત ચાવડાના દરવાજા અડધી રાત્રે પણ ખુલ્લા છે તેવું નિવેદન પણ ચાવડાએ આપ્યું છે.


મોરબી દુર્ઘટના મામલે ટીએમસી પ્રવક્તાના પ્રહાર


ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેને ૧૫૦૦૦ નાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આજે તેમને મોરબી કોર્ટેમાં રજુ કરવામાં આવ્યા હતા. મોરબીમાં આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડીએ ઝાલાએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આજે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેનો જામીન ઉપર છુટકારો થયો છે.


શું હતી ઘટના?


મોરબી પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરવા બદલ પોલીસે તેમની ધરપકડ કરી હતી. લોકપ્રતિનિધિત્વ એકટની 1951 અને 125 મુજબ ગુન્હો નોંધાયા બાદ મોરબી કોર્ટમાં રજૂ કરાયા હતા. જે બાદ મોરબી કોર્ટે સાકેત ગોખલેને  15 હજાર રુપિયાના જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.


ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે ભાજપ પર પ્રહાર કર્યા









ABVP ના કાર્યકરોએ આચાર્યની ઓફીસમાં કચરો ઠાલવી નોંધાવ્યો વિરોધ


સુરત શહેરમાં એક વિરોધ કરવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિરોધ કરવામાં આવ્યો છે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ એટલે કે, ABVP દ્વારા. સુરતની MTB કોલેજના આચાર્યની ઓફિસમાં જ કચરો ઠાલવી ABVP એ  આશ્ચર્યજનક વિરોધ નોંધાવતા આ મુદ્દો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા સમયથી MTB કોલેજ પ્રસાશન NSS અને NCC ની ઓફિસ પાસે જ કચરો ડમ્પ કરતું હતું. જેથી કચરાની અસહ્ય દુર્ગંધનાં કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા. વિદ્યાર્થીઓની પરેશાનીને ધ્યાનમાં લેતા ABVP એ મહિનાથી કચરો દૂર કરવા રજૂઆત કરતું હતું.  પરંતુ ABVP ની માંગને હળવાસમાં લેતા કચરો દૂર ન થતા આજે ABVP નાં કાર્યકર્તાઓએ આચાર્યની ઓફિસમાં કચરો ઠાલવી આશ્ચર્યજનક પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.