Anand:  પેટલાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો હોય તેમ લાગે છે. નિરંજન પટેલ છેલ્લી 6 ટર્મથી કોંગ્રેસ ના ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા, પરંતુ ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસ પક્ષમાં થી નિરંજન પટેલે રાજીનામું આપ્યું હતું. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે પેટલાદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હર્ષ સંઘવી અને નિરંજન પટેલ વચ્ચે મુલાકાત થઈ હતી. મુલાકાતને લઈ નિરંજન પટેલની ભાજપમાં જોડાવવાની અટકળો તેજ થઈ છે.


પેટલાદ વિધાનસભા બેઠક પર 2007 અને 2017માં નિરંજન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. એ પહેલા 2002માં આ બેઠક બીજેપીના ફાળે ગઈ હતી અને બીજેપીમાંથી ચંદ્રકાંત પટેલ ચૂંટાયા હતા જ્યારે 1990થી 1998 દરમિયાન સતત ત્રણ ટર્મ નિરંજન પટેલ આ બેઠક પરથી ચૂંટાયા હતા. જેને લઈને આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અને ખાસ કરીને નિરંજન પટેલનું વર્ચસ્વ જોવા મળે છે. એવામાં કોંગ્રેસે ગત વિધાનસભા ચૂંટણીમાં  પેટલાદ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર બદલ્યા અને ડૉ પ્રકાશ પરમારને ટિકિટ આપી હતી. જેને લઈને નિરંજન પટેલ નારાજ થયા થયા હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.