GCMMF: દેશની પ્રખ્યાત અમુલ ડેરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી થઈ છે. તેમની સ્થાને જયેન મહેતાને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સોપવામાં આવ્યો છે. આમ  આર એસ સોઢીના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.  સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આર એસ સોઢીની ઓફીસ પણ સીલ કરવામાં આવી છે.


ઘટાડાની હેટ્રિક પછી સોમવારે શેરબજારમાં શાનદાર તેજી


Stock Market Closing, 9th January, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો. સોમવારે સેન્સેક્સ 846 પોઇન્ટ અને નિફ્ટી 241 પોઇન્ટના વધારા સાથે બંધ થયા. આ સાથે રોકાણકારોની સંપત્તિ પર પહોંચી છે. શુક્રવારે BSEનું માર્કેટ કેપ રૂ. 2,79,75,272.81 કરોડ હતું, જે આજે  2,82,79,365 થયું છે. રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં 304,092.19નો વધારો થયો છે.  આ પહેલા સળંગ ત્રણ બિઝનેસ દિવસમાં શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.


કેટલા સ્તરે બંધ રહ્યા માર્કેટ


આજે  સેન્સેક્સ 846.91 પોઇન્ટના વધારા સાથે 60,741.31 પોઇન્ટ, નિફ્ટી 241.75 પોઇન્ટના ઉછાળા સાથે 18,101.20 અને બેંક નિફ્ટી 393.95 પોઇન્ટના વધારા સાથે 42,582.75 પર બંધ રહી.


શેરબજારમાં કેમ જોવા મળી તેજી


યુએસ સેન્ટ્રલ બેંકે સ્પષ્ટ કર્યું છે કે આગામી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં કોઈ આક્રમક વધારો કરવામાં આવશે નહીં. જેના કારણે ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે અને રૂપિયો 82.50 પર આવી ગયો છે. જેના કારણે શેરબજારના બંને મુખ્ય સૂચકાંકોમાં તેજી જોવા મળી.


સેક્ટરની સ્થિતિ


માર્કેટની આ શાનદાર તેજીમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર સિવાય તમામ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા.બેંક નિફ્ટી, નિફ્ટી આઈટી, ઓટો, એનર્જી, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ જોરદાર બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેરના ભાવ ઘટ્યા હતા, જ્યારે બાકીના 27 શેરો વધ્યા હતા. નિફ્ટીના 50માંથી 44 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 6 નુકસાન સાથે બંધ થયા હતા.


વધનારા અને ઘટનારા શેર્સ


આજના કારોબારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.59 ટકા, એચસીએલ ટેક 3.37 ટકા, ટીસીએસ 3.35 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 3.06 ટકા અને ટેક મહિન્દ્રા 2.92 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ટાઇટન 2.12 ટકા, બજાજ ફિનસર્વ 1.21 ટકા અને મારુતિ સુઝુકી 0.09 ટકા ઘટીને બંધ થયા હતા.