Kheda: રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે ખેડામાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ખેડા જિલ્લામાં ઠાસરાના રાણીયાથી શિંહોરાને જોડતો બ્રિજ ધોવાઇ ગયો છે. આ બ્રિજ ખેડા જિલ્લા તેમજ વડોદરા ગ્રામ્યમા સાવલીને જોડતો બ્રિજ હોવાથી અહીં દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહે છે. વરસાદના પાણીથી આ બ્રિજની પ્રૉટેક્શન વૉલ તુટી ગઇ છે, અને તેના નીચેની માટી ધસીને બહાર આવી રહી છે, આ કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બ્રિજ મહીસાગર નદી અને કોતરો પર બનાવવામાં આવ્યો છે. મહીસાગર નદી પરના આ બ્રિજમાં નુકસાન ત્યાં રસ્તાં સાંકડો થઇ ગયો અને ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ છે.




ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ


ખેડા:  ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, વસો પાણી-પાણી થયા છે.   મહેમદાવાદમાં  2 કલાકમાં  સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. નડિયાદમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. બપોરના 4 વાગ્યા સુધીમાં મહુધા, ગળતેશ્વર અને વસો તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો  છે.  ભારે વરસાદના કારણે નડિયાદ શહેરના નીચાણવાળા તમામ વિસ્તાર જળબંબાકાર થયા હતા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.  નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા 4 ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે. રબારીવાડ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. આ વિસ્તારમાં મોટાભાગની હોસ્પિટલો આવેલી છે. ચોમાસામાં પાણી ભરાતા દર્દીઓ અને તેના પરિજનોને હાલાકી પડી છે. પ્રથમ વરસાદમાં જ નડિયાદ પાલિકાની પ્રિમોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી રસ્તા પાણીમાં ગરકાવ રહ્યા હતા.  લાખો રૂપિયાનો ખર્ચ કરી પાણી ઉલેચવા માટે પંપ તો લાવવામાં આવ્યા પણ તે બંધ હાલતમાં જોવા મળ્યા હતા.  ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. મહીસાગર નદીના કાંઠે આવેલા આ ગામમાં વરસાદ વરસતા જ ખેડૂતો ખુશખુશાલ થયા છે.                                                                           




 



Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial