ખેડાઃ નેશનલ હાઇવે નંબર 8 પર ખેડા પાસે કારને અકસ્માત નડ્યો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલા સહિત બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્તોને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કારમા 2 પુરુષ અને 2 મહિલા સવાર હતા.
દાહોદના થાડા ડૂંગરી ગામે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનની એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લીમખેડાથી લીમડી તરફ થાડા ડૂંગરી ગામે હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા હતા. જ્યારે એકનું મોત નીપજ્યું હતું.
બાસવાડા સુરત રૂટની બસનો અકસ્માત થયો હતો. વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. 108ની મદદથી ઘાયલોને લીમડી દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ટ્રક અને એસટી બસને ભારે નુકસાન થયું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના નંદાવાલા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે. મુંબઈથી અમદાવાદ જતી કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી ટેમ્પા સાથે અથડાઈ. અકસ્માતમાં કાર ચાલક કારની અંદર ફસાતા કાર ચાલકને ક્રેનની મદદ થી બહાર કાઢવામાં આવ્યો. અકસ્માતમાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા કાર ચાલકને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.