Nadiad News: નડિયાદના સંતરામ રોડ પર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ નીચે રાહદારી આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકની ઉંમર આશરે 35 વર્ષ છે.
એસટી બસ દાહોદથી સોજીત્રા જઈ રહી હતી તે દરમિયાન નડિયાદ સંતરામ રોડ પર અક્સ્માતની ઘટના બની હતી. જેમાં મૃતક પુરુષ એસટી બસના પાછળના વ્હીલમાં આવી જતા મોત થયું હતું. એસટી બસ ડ્રાઈવરે નિવેદન આપતાં કહ્યું, રાહદારી અચાનક પાછલા વ્હીલમાં આવી જતા ઘટના બની હતી. રાહદારીનું મોત અક્સ્માતમાં થયું કે આત્મહત્યા કરી તે દિશામાં નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. અક્સ્માત થતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા.
પાટણમાં અકસ્માતમાં 7 લોકોનાં મોત
પાટણના રાધનપુર વારાહી હાઇવે ઉપર પીપડી ગામ પાસે પેસેન્જર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 7 લોકોના મોત છે, 11 લોકો થયા ઘાયલ થયા છે. જેમાંથી પાંચની હાલત ગંભીર છે. 6 લોકોને રાધનપુરમાં સરવાર માટે ખસેડાયા અને ગંભીર રીતે ઘાયલ 5 લોકોને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે. જીપમાં 15 થી 17 લોકો બઠેલા હોવાનું અનુમાન છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત
રાધનપુર ખાતેથી બપોરના સમયે મુસાફર ભરેલી જીપ ડાલુ વારાહી તરફ જઈ રહી હતી તે દરમિયાન જીપનું અચાનક ટાયર ફાટતાં હાઇવે માર્ગ પર પડી રહેલા ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. જેમાં જીપમાં બેઠેલા 6 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક મુસાફરનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે.
રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય આપવા લખ્યો પત્ર
રાધનપુર વારાહી હાઇવે પર થયેલ અકસ્માત મામલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને અકસ્માતમાં મૃત્યુ પામનાર તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોને મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય આપવા માંગ કરી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે યોજાશે ? જાણો હસમુખ પટેલે શું કહ્યું
જુનિયર ક્લાર્ક એક્ઝામની તારીખને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ પરીક્ષા 9 એપ્રિલે યોજાશે તેવી વહેતી થયેલી વાતો બાદ હસમુખ પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું, પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.