Anand Crime News: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડાક સમય પહેલા આણંદમાં થયેલા એક દુષ્કર્મ અંગે કોર્ટે મોટી કાર્યવાહી કરીને ચૂકાદો આપ્યો છે. આણંદમાં દુષ્કર્મ કેસમાં એક શિક્ષકને 25 વર્ષની જેલની સજા કોર્ટે ફટકારી છે. આ કેસ વર્ષ 2022નો છે, બૉર્ડ પરીક્ષામાં વધુ માર્ક્સ અપાવવાની લાલચમાં એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
આણંદ શહેરમાં એક દુષ્કર્મ કેસમાં મોટી કાર્યવાહી કોર્ટે કરી છે, ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, આણંદમાં વર્ષ 2022માં થયેલા એક દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી શિક્ષકને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. આણંદના શિક્ષક દર્શન સુથારને આ સજા મળી છે. દર્શન સુથાર નામના લંપટ શિક્ષકે વર્ષ 2022માં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીને બૉર્ડ પરીક્ષામાં વધુ ગુણ અપાવવાની લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. વિદ્યાર્થીનીના માતા-પિતાએ લંપટ શિક્ષક વિરૂદ્ધ પૉક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આજે આણંદની સ્પેશ્યલ પૉક્સો કોર્ટે આરોપીને 25 વર્ષની જેલની સજા ફટકારી છે.
આ પણ વાંચો
Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો