Anant Ambani Radhika Merchant Pre Wedding: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ બંને જુલાઈમાં લગ્ન કરી રહ્યા છે. આ પહેલા જામનગરમાં આજથી તેમના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંકશન શરૂ થઇ ગયું છે.
સિતારાઓઓનું આગમન
અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેલિબ્રેશનને ચમકાવવા માટે સ્ટાર્સ આવવાનું ચાલુ છે. જેમાં બોલિવૂડની સાથે સાઉથના સ્ટાર્સ પણ જોવા મળશે. ગઇકાલે શાહરૂખ ખાન તેમના ફેમિલિ સાથે પહોંચ્યા હતા.
પ્રિયંકાની માતા જામનગર જવા રવાના
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ પ્રોગ્રામ માટે જામનગર પહોંચી રહી છે. તે એરપોર્ટ પર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.
-
મહેન્દ્ર સિંહ ધોની- સાક્ષી અને માધુરી- શ્રીરામ નેને પહોંચ્યા
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી સાથે જામનગર પહોંચી ચૂક્યાં છે. બંને કારમાંથી નીચે ઉતરતા જોવા મળ્યા હતા. ધોનીને જોઈને ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ. શ્રીરામ નેને સાથે માધુરી દિક્ષિત પણ પહોંચી છે.
આ પ્રખ્યાત હસ્તીઓ પણ જામનગર પહોંચી હતી
પૂર્વ BP CEO બોબ ડુડલી, BP CEO મુરે ઓચીનક્લોસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદ પણ અનંત રાધિકાના લગ્ન પહેલાના કાર્યોમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા છે. આ ઉપરાંત ડીએલએફના અધ્યક્ષ કેપી સિંહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
જામનગરમાં શા માટે પ્રી-વેડિંગ ફંક્શન યોજાઇ રહ્યું છે?
નીતા અંબાણીએ તેમના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શન પહેલા એક વીડિયો જાહેર કર્યો છે. આમાં તે કહેતી જોવા મળે છે કે, 'મારી આખી જિંદગી હું કલા અને સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત રહી છું. હું તેને લઇને ઉત્સાહિત રહું છું. હવે જ્યારે મારો નાનો પુત્ર અનંત રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે મારી બે મહત્વની ઈચ્છાઓ છે. એક તો આપણા મૂળીયા જ્યાં છે તેની ઉજવણી કરવી. જામનગર અમારા હૃદયમાં વસે છે. તે આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે. મુકેશ અને તેના પિતાએ રિફાઇનરી શરૂ કરી. મારી કારકિર્દી અહીંથી શરૂ થઈ. આ રેતાળ જમીનને હરિયાળી બનાવી.
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની થીમ શું છે?
અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી છે. નીતા અંબાણીએ પોતે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, આ ફેસ્ટિવલની મુખ્ય થીમ 'કલા અને સંસ્કૃતિ' છે. નીતા અંબાણીએ કહ્યું કે, તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે. હવે જ્યારે અનંત રાધિકા સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે, તેણે ત્રણ દિવસના કાર્યક્રમની થીમ તરીકે 'કલા અને સંસ્કૃતિ' પસંદ કરી છે.
.