Lok sabha Election 2024 Live Update: વિધાનસભાની પાંચ,લોકસભાની 26 બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ, આજથી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનં કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. વિધાનસભાની પાંચ,લોકસભાની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Apr 2024 02:56 PM
ચાલુ કાર્યક્રમમાં રાજીનામાના એલાનથી સભામાં સૌકોઈ સ્તબ્ધ

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલા વિવાદિત નિવેદનનો વિરોધ થંભાવનું નામ નથી લેતો. હજુ પણ આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ક્ષત્રિય મહિલાઓ ઠેર ઠેર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ક્ષત્રિયોના સમર્થનમાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ પણ  રાજીનામું આપ્યું છે. મોદી પરિવારના કાર્યક્રમમાં જ બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રાજીનામું ધરી દીધું છે. વિજયભાઈ ખાચરે તાલુકા ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું આપીને ક્ષત્રિયનું સમર્થન જાહેર કર્યું છે. ચાલુ કાર્યક્રમમાં રાજીનામાના એલાથી સભામાં સૌકોઈ સ્તબ્ધ થઇ ગયા.

Lok sabha Election 2024: બનાસકાંઠા લોકસભા બેઠક પર જામ્યો જબરદસ્ત ચૂંટણી જંગ

બનાસકાંઠા લોકસભા બેઠક પર જબરદસ્ત ચૂંટણી જંગ જામ્યો છે. ગેનીબેન ઠાકોરના ગઢમાં ડૉ.રેખાબેન ચૌધરી પણ  પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. વાવ વિધાનસભામાં પ્રચાર દરમિયાન  જોરદાર દ્રશ્યો સર્જાયા હતા.સ્થાનિક મહિલાઓએ ચોખા વેરી રેખાબેનને આવકાર્યા અને રેખાબેનના સ્વાગતમાં મહિલાઓએ લોકગીત પણગાયા હતા.ઢોલ-નગારા,કંકુ ચોખાથી રેખાબેનનું સ્વાગત કર્યું

Lok sabha Election 2024: સરકારી કર્મચારી પર રાજકીય પક્ષના કામ કરવાનો લાગ્યો આરોપ

પાટણના સરસ્વતિ સ્કૂલના  શિક્ષક વિનોદ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ  થઇ છે. સરકારી પ્રા.શાળાના શિક્ષક વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થઇ છે. તેમણે ભાજપના ઉમેદવારનું સન્માન કરવતા તેને વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થઇ થઇ છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.શિક્ષક વિનોદ સોલંકીની પોલિંગ ઓફિસર તરીકે  નિયુક્તિ થઇ છે. ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીએ તપાસ તૈયાર  અહેવાલ કર્યો છે.

Lok sabha Election 2024: રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો સમાજના વિરોધને ખાળવા સંતો મેદાને

રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો સમાજના વિરોધને ખાળવા સંતો મેદાને આવ્યા છે. દિલીપદાસજી મહારાજે વિવાદનો અંત લાવવા  અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બંન્ને પક્ષોએ બેસીને વિવાદનો અંત લાવવો જોઈએ.સત્વરે આ વિવાદમાં સમાધાન થવું જોઇએ. અખિલ ભારતીય સંત સમિતિના સંતોએ વિવાદને લઈને  ચિંતા વ્યક્ત કરી છે.

Lok sabha Election 2024: વિજાપુર બેઠકની પેટાચૂંટણીને લઈને કૉંગ્રેસમાં ફસાયો પેંચ

વિજાપુર બેઠકના ઉમેદવારને લઇને  કૉંગ્રેસનું સસ્પેન્સ હજું યથાવત છે. પેટાચૂંટણીના જંગમાં કૉંગ્રેસ પાટીદારને ટિકિટ આપે તેવી શક્યતા જોવાઇ રહી છે. વિજાપુરથી ચાર પાટીદાર નેતાઓએ ટિકિટ માગી છે, દિનેશ પટેલ, ભરત પટેલ, અમિતાબેન પટેલે ટિકિટ માંગી છે.

Lok sabha Election 2024: પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ખેડા જિલ્લામાં યોજાયું સંમેલન

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ખેડા જિલ્લામાં સંમેલન યોજાયું છે. ખેડાના ચકલાસીમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાઇ રહ્યું છે. ગુરૂવારે રાત્રે યોજાયેલા સંમેલનમાં ક્ષત્રિય યુવાનોએ પણ ભાગ લીધો છે. આંદોલન ગામગામ સુધી લઈ જવાની સંમેલનમાં રણનીતિ ઘડાઈ હતી. પરશોત્તમ રૂપાલાનો હુંકાર સાથે વિરોધીઓને પડકારની સ્થિતિ છે. રૂપાલાએ શાયરના અંદાજમાં  જીતનો વિશ્વાસ  વ્યક્ત કર્યો છે. ચૂંટણી લડવા જ માત્ર નહીં, જીતને લઈને પણ રૂપાલા અડીખમ જોવા મળી રહ્યાં છે.  

Lok sabha Election 2024: ક્ષત્રિય સમાજનું રૂપાલા

એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ શમવાનું નામ લેતો નથી. રાજકોટના સંમેલન સ્થળ પર ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. સંમેલન સ્થળ પર ગુરૂવારે ક્ષત્રિય મહિલાઓએ વિરોધ કર્યો છે.

Lok sabha Election 2024: અમિત શાહની ઉમેદવારની લઈ જબરદસ્ત તૈયારી

19 એપ્રિલે અમિત શાહ ગાંધીનગર બેઠક માટે થી ઉમેદવારી ફોર્મ ભરશે. અમિત શાહની ઉમેદવારની લઈ જબરદસ્ત તૈયારી   થઇ રહી છે. સવારે અને બપોરે બે તબક્કામાં શાહનો રોડ શો યોજાશે. આવતા શુક્રવારના ગ્રાન્ડ રોડ શોમાં મુખ્યમંત્રી પણ સામેલ થશે, સાણંદ, વેજલપુર, નારણપુરા, ઘાટલોડિયામાં પ્રચંડ પ્રચાર કરશે,સાબરમતી, ગાંધીનગર ઉત્તર, કલોલ વિધાનસભામાં પણ પ્રચાર  કરશે.17 એપ્રિલે રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચશે.

Lok sabha Election 2024: લોકસભાની ચાર બેઠકોના ઉમેદવારોને લઈ કૉંગ્રેસમાં સસ્પેન્સ

લોકસભાની ચાર બેઠકોના ઉમેદવારોને લઈ કૉંગ્રેસમાં સસ્પેન્સ હજું પણ યથાવત છે. મહેસાણા, રાજકોટથી ઉમેદવારના નામ લગભગ નક્કી જ હોવાની ચર્ચા છે. તો અમદાવાદ પૂર્વ,નવસારીથી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. રાજકોટ બેઠકથી પરેશ ધનાણી ઉમેદવાર તરીકે નક્કી છે તો નવસારીથી નૈષદ દેસાઈ ઉમેદવાર તરીકે નક્કી છે. અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર તરીકે  નક્કી કરાયા છે. મહેસાણાથી કૉંગ્રેસ ઠાકોર સમાજના ઉમેદવારની પસંદગી કરી શકે છે. વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો પણ  જાહેર કરવાના બાકી છે. આજે રાત્રે અથવા કાલે કૉંગ્રેસ  ઉમેદવારની જાહેરાત કરી શકે છે.

Lok sabha Election 2024: જાન્યુ.માં વધારેલા વેરાનો કૉંગ્રેસે બનાવ્યો ચૂંટણીનો મુદ્દો

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ કોંગ્રેસ અને ભાજપના એકબીજા પર આરોપ પ્રત્યારોપના દૌર શરૂ થઇ ગયો છે. પાટણ પાલિકાના વેરા વધારાને લઈ કૉંગ્રેસનો વિરોધ  કરી રહી છે.કૉંગ્રેસના આગેવાનોએ કાળા કપડા પહેરી  વિરોધ નોંધાવ્યો છે. વેરો વધારો પરત ખેંચવાની માગ સાથે કૉંગ્રેસનો વિરોધ કરી રહી છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓએ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર  કર્યા,પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ સહિતનો વેરો ડબલ કરતા વિરોધ કર્યો હતો. કૉંગ્રેસના 15થી વધુ કાર્યકર્તાઓની પોલીસે  અટકાયત કરી છે.

Lok sabha Election 2024: ચૂંટણી પ્રચારના ખર્ચને લઈને ગેનીબેને સમર્થકોનો માન્યો આભાર

ચૂંટણી પ્રચારના ખર્ચને લઈને ગેનીબેને સમર્થકોનો  આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, “હું છેલ્લા  40 દિવસથી પ્રચાર કરી રહી છું પરંતુ મારા મંડપથી લઈને તમામ ખર્ચ લોકો ઉપાડી રહ્યા છે.લોકો રોજનો દોઢ લાખનો ફાળો આપી રહ્યા છે, ચૂંટણી લાંબી છે એટલે 50 લાખ જેટલો ફાળો આવશે”

Lok sabha Election 2024: સોમાભાઈ પટેલના રાજીનામા અંગે કોંગ્રેસ પક્ષની સ્પષ્ટતા

સોમાભાઈ પટેલના રાજીનામા અંગે કોંગ્રેસે  સ્પષ્ટતા કરી છે. સોમાભાઈ પટેલને વર્ષ 2020માં સસ્પેન્ડ કરાયાની કોંગ્રેસની સ્પષ્ટતા કરી છે. 16 માર્ચ 2020ના રોજ સોમા પટેલને સસ્પેન્ડ કરાયા હતા. સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગરથી અપક્ષથી ચૂંટણી લડી શકે છે

Lok sabha Election 2024: વિધાનસભાની પેટાચૂંટણી માટે આજથી ભરી શકાશે ઉમેદવારી પત્ર

વિધાનસભાની પેટાચૂંટણી માટે આજથી  ઉમેદવારી પત્ર ભરી શકાશે. વિધાનસભાની પાંચ બેઠકોની પણ લોકસભા સાથે જ ચૂંટણી યોજાઇ રહી છે. વિજાપુર,ખંભાત, વાઘોડીયા, પોરબંદર,માણાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાશે.ભાજપે તમામ પાંચેય બેઠકના  ઉમેદવાર જાહેર કરી દીધા છે. કૉંગ્રેસ આગામી દિવસોમાં ઉમેદવારો જાહેર કરશે. લોકસભાની સાથે જ પેટાચૂંટણીની  મતગણતરી પણ હાથ ધરાશે.

Lok sabha Election 2024: વિધાનસભાની પાંચ,લોકસભાની 26 બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ, આજથી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ દરેક પક્ષ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનં કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. વિધાનસભાની પાંચ,લોકસભાની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આજથી 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રક ભરાશે,19 એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ  છે. 20 એપ્રિલે ફોર્મ ચકાસણી હાથ ધરાશે. 22 એપ્રિલ સુધી પરત ફોર્મ  ખેંચી શકાશે. 22 એપ્રિલ સુધીમાં લોકસભાની 26 બેઠકોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઇ જશે, રાજ્યમાં 7 મેના રોજ લોકસભા 26  અને વિધાનસભાની પાંચ બેઠક પર મતદાન થશે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.


બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.


17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.