બોની કપૂરની નાની દીકરી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન ખુશી કપૂર કોરોના પોઝિટિવ થઈ ગઈ છે. તેઓ હોમ ક્વોરેન્ટાઈન છે. ખુશી કોરોનાની સાથે બોની અને જાહ્નવી કપૂર પણ હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જાહ્નવી અને બોની કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે પોઝિટિવ આવ્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.


જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી


તાજેતરમાં જ જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેણે થર્મોમીટર લગાવ્યું હતું. અન્ય એક તસવીરમાં તે બહેન ખુશી કપૂર સાથે હતી. આ સાથે જાહ્નવીએ લખ્યું- વર્ષ બાદ તે  જ સમય ફરી. આ પછી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જાહ્નવી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે.


અર્જુન કપૂર થયા કોરોના સંક્રમિત


હાલમાં જ પરિવારના વધુ ત્રણ સભ્યો અર્જુન કપૂર, અંશુલા અને રિયા કપૂર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. અગાઉ, જ્યારે અર્જુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે બોની કપૂર પણ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. જે બાદ તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446  પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે.


કેટલું ટેસ્ટિંગ થયું


દેશમાં અત્યાર સુધીમાં 69.31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 જાન્યુઆરીએ 15,79.928 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.