Arun Govil Ayodhya Visit: અરૂણ  ગોવિલ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે અયોધ્યા ગયા હતા. અરુણ ગોવિલે  અહીં દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી સાથે એક ગીત શૂટ કર્યું હતું.


અભિનેતા અરુણ ગોવિલને આજે કોઈ પરિચયની જરૂર નથી. અરુણે શો રામાયણથી ઘર-ઘરમાં નામ કમાવ્યું હતું. તેણે આ શોમાં શ્રી રામની ભૂમિકા ભજવી હતી. ચાહકોએ તેમના પર ઘણો પ્રેમ વરસાવ્યો અને આજે પણ લોકો તેમને ભગવાનની જેમ પૂજે છે.


અરુણ ગોવિલે 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં પણ ભાગ લીધો હતો. જોકે તે રામ લલાના દર્શન કરી શક્યા ન હતા. અરુણ ગોવિલે આ વિશે વાત કરતા જણાવ્યું કે, 500 વર્ષના લાંબી પ્રતિક્ષા બાદ સપનું તો પૂર્ણ થયો આ માટે પ્રસન્ના છીએ પરંતુ  અયોધ્યમાં પહોંચ્યા બાદ પણ રામલલાના દર્શન ન થઇ શક્યા.


અરૂણ ગોવિલને ન થયા રામ લલાના દર્શન


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, અરૂણ ગોવિલને તેમના અયોઘ્યાના પ્રવાસ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે. આપણું સૌભાગ્ય છે કે, આપણા સૌનું સપનુ પૂર્ણ થયું પરંતુ હું ત્યાં ગયો પરંતુ આ સમયે હંુ કંઇ જ ન વધુ નહિ કંઇ શકું, હું રાનગરી અયોઘ્યા તો ગયો પરંતુ મને દર્શન ન થઇ શક્યા. 






તો બીજી તરફ અરૂણ ગોવિલની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠાથી ત્રણ ચાર દિવસ પહેલા જ તેઓ અયોઘ્યો પહોંચી ગયા હતા. અહીં તેમણે દીપિકા ચીખલિયા અને સુનિલ લહેરી સાથે એક સોન્ગ પણ શૂટ કર્યો હતું. સોન્ગનું નામ હતુ રામ આયેગે.  સોન્ગને સોનું નિગમે સ્વર આપ્યો છે.


 






તમને જણાવી દઈએ કે અરુણ ગોવિલ 1987ના શો રામાયણમાં શ્રી રામના રોલમાં જોવા મળ્યા હતા. આ શો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવ્યો હતો. દીપિકા ચિખલિયા આ શોમાં માતા સીતાની ભૂમિકામાં હતી અને આ ધારાવાહિક  દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી..


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


----------------------