Ayodhya Ram Mandi: 24 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત સરાકરે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જે અનુસાર ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શને જશે. આગામી 24 અથવા 25 ફેબ્રુઆરી ના દિવસે મંત્રી મંડળ અયોધ્યાના પ્રવાસે જશે. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા બાદ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનાં સભ્યો ભગવાન શ્રીરામના દર્શન કરશે.


અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક બાદ મંગળવારે રામ મંદિરના સત્તાવાર ઉદઘાટનના પ્રથમ દિવસે એક રેકોર્ડ બન્યો હતો. મંદિરના ઉદઘાટનના પહેલા જ દિવસે પાંચ લાખ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. અયોધ્યા પહોંચતા શ્રદ્ધાળુઓની ભીડને જોતા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી અહીં આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.


મંગળવારે સવારે રામલલાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. આવી સ્થિતિમાં પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી પડી હતી. આ દરમિયાન કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૌથી પહેલા લખનૌથી જ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા સ્થિતિનો તાગ મેળવ્યો હતો.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા અને બાદમાં તેઓ પોતે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા અને સુરક્ષા અને અન્ય વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન, મુખ્યમંત્રીએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓને ધીરજ અને સહકાર માટે અપીલ કરી હતી.


દરમિયાન, તેમણે હવાઈ સર્વેક્ષણ કર્યું, સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક યોજી અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે જરૂરી અધિકારીઓને સૂચનાઓ આપી. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આઠ સ્થળોએ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.


આ દરમિયાન તેમણે સંતો અને ભક્તો માટે રામલલાના સરળ અને સુવિધાજનક દર્શન માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.


રામલલાના દર્શન માટે અયોધ્યામાં ભારે ભીડને જોતા અહીં આવતા તમામ વાહનો પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભક્તોની આ ભીડને જોતા સીએમ યોગીએ પોતે લખનૌથી લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ભીડનું નિરીક્ષણ કર્યું.


અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને થોડા દિવસો માટે અહીં આવતા તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે. ટ્રેનો માટે કરાયેલી તમામ ઓનલાઈન બુકિંગ પણ રદ કરવામાં આવી છે અને ભક્તોની બસોના પૈસા પરત કરવામાં આવશે.