Asad Ahmed Encounter Live: અસદના મૃતદેહને દફનાવવાની તૈયારી પૂર્ણ, જનાજામાં નહિ સામેલ થાય અતિક

Asad Ahmed Encounter Live: યુપી એસટીએફએ ઝાંસીમાં શૂટર ગુલામ સાથેની અથડામણમાં અતિક અહેમદના પુત્ર મોહમ્મદ અસદને ઠાર માર્યો હતો. બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.

gujarati.abplive.com Last Updated: 14 Apr 2023 12:36 PM
અસદની ડેડ બોડી અતીકના ઘરે આવશે

અસદનો મૃતદેહ પ્રયાગરાજમાં અતીક અહેમદના ઘરે આવશે, ત્યારબાદ તેને કસારી મસારી ટેલિફોન એક્સચેન્જ પાસેના કબ્રસ્તાનમાં લઈ જઈને દફનાવવામાં આવશે.

Asad Ahmed Encounter Live: અસદના મૃતદેહને દફનાવવાની તૈયારી પૂર્ણ, જનાજામાં નહિ સામેલ થાય અતિક

અસદના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કારી તમામ તૈયારી પૂર્ણ થઇ ગઇ છે તેના માતા સાઇસ્તા અંતિમ સંસ્કાર માટે હાજરી આપી શકે તેવા સંકેત મળી રહ્યાં છે.આ પહેલા તે સરન્ડર કરી શકે છે. 

Asad Ahmed Encounter Live: અતીક અહેમદના વકીલ નિસારે કહ્યું

Asad Ahmed Encounter Live: અતીક અહેમદના વકીલ નિસારે કહ્યું- 'શાહસ્તાના પુત્ર અસદના અંતિમ સંસ્કારમાં જવું મુશ્કેલ છે.

એન્કાઉન્ટર અંગે પોલીસે શું કહ્યું?

 યુપી પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, પોલીસે તેમને ઝાંસીમાં રોકવાનો પ્રયાસ કર્યો જ્યાં તેઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો . પોલીસનું કહેવું છે કે, જવાબી કાર્યવાહીમાં બંને માર્યો ગયા.

Asad Ahmed Encounter Live: અસદના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો આ ખુલાસો, વાગી હતી 2 ગોળી

ઉમેશ પાલ મર્ડર કેસમાં છેલ્લા 50 દિવસથી વોન્ટેડ અસદ અહેમદને પોલીસે માર્યો હતો. આ એન્કાઉન્ટરમાં અસદને બે ગોળી વાગી હતી, જેમાં એક ગોળી તેની છાતીમાં અને બીજી ગોળી તેની પીઠમાં વાગી હતી,

Asad Ahmed Encounter Live: ઉમેશ પાલના ઘરે સુરક્ષા વધારાઇ

Asad Ahmed Encounter Live: ઉત્તર પ્રદેશઃ પ્રયાગરાજમાં ઉમેશ પાલનીના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગઈકાલે ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટર બાદ આજે તેમનો પાર્થિવ દેહ ઝાંસીથી પ્રયાગરાજ આવશે.

બ્રેકગ્રાઉન્ડ

Asad Ahmed Encounter Live: યુપી એસટીએફએ ઝાંસીમાં શૂટર ગુલામ સાથેની અથડામણમાં અતિક અહેમદના પુત્ર મોહમ્મદ અસદને ઠાર માર્યો હતો. બંને પર  પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.