AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ 24 ઓક્ટોબરે થનાર ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં દેશના 9 જવાન શહીદ થઇ ગયા અને 24 તારીખે ભારત પાકિસ્તાનનો T20 મેચ યોજાશે. તેમણે કહ્યું કે, શું PM મોદીજીએ ન હતું કહ્યું કે, ‘ ફોજ મર રહી હૈ ઔર મનમોહન સરકાર બિરયાની ખિલા રહી હૈ’ અને હવે સીમા પર આપણા જવાન મરી રહ્યાં છે અને આપણે T20 રમી રહ્યાં છીએ”



ઓવૈસીએ કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં લોકો સાથે T20 રમી રહ્યું છે.  ગરીબ શ્રમિકોની હત્યા થઇ રહી છે. આ સ્થિતિમાં ઇન્ટિલેજન્સ બ્યુરો અને અમિત શાહ શું કરી રહ્યાં છે. એલઓસી પર આપે એવું સીઝફાયર કર્યું કે, હવે ડ્રોનથી હથિયાર આવે છે. આર્ટિકલ 370 હટાવતી વખતે આપે શું કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઇ જશે. અત્યાર જે કાશ્મીરની સ્થિતિ છે. તે મોદી સરકારની નિષ્ફળતાનો ચિતાર માત્ર છે”.