સુરતઃ શહેરમાં એક જ દિવસમાં 10 લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં 20થી 43 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે. BSCના વિદ્યાર્થીએ, તો ઓનલાઈન અભ્યાસમાં તકલીફ આવતા માતાએ આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણમાં 31 વર્ષના ધીરેન્દ્રને ખાવાનું ન પચતા આપઘાત કરી લીધો છે. 


અમરોલીમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો છે, તો ડીંડોલીમાં 20 વર્ષીય યુવતીને ઝડપથી ગુસ્સો આવવાની બીમારીથી આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા છે. પુણા ગામમાં યુવાનને વધુ પડતા મોબાઈલના ઉપયોગ બદલ ઠપકો આપતા આપઘાત કરી લીધો છે. 


યોગીચોકમાં રત્નકલાકારે આપઘાત કર્યો છે. પંડોળમાં ધાગા કટિંગ કામદારે આપઘાત કર્યો છે. જ્યારે સચિનમાં 2 સંતાનના પિતાએ આપઘાત કર્યો છે. ઉન પાટિયામાં પતિ સાથે રકઝકમાં પત્નીનો આપઘાત કરી લીધો છે. 


ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે.


 


મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.


 


ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છે. તો અમદાવાદના નવા વાડજમાં રહેતા એક દંપતિ પણ ભારે વરસાદથી બે દિવસથી કેદારનાથમાં ફસાયું છે.


 


અરવિંદ આહિરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે કેદારનાથમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા છે. ફસાયેલા બેથી ત્રણ હજાર લોકોમાં ગુજરાતીઓ પણ છે. જેમણે સોશલ મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને મદદની ગુહાર લગાવી છે.





 





 


 


આગામી 48 કલાક સુધી ઉત્તરાખંડમાં સ્થિતિ ભારે ખરાબ થઈ શકે છે


 


માત્ર દક્ષિણમાં જ નહીં પણ ઉત્તરમાં પણ કુદરતે પાયમાલી સર્જી છે. ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. આગામી 48 કલાકમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી છે, આવી સ્થિતિમાં પરિસ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ શકે છે.


 


છેલ્લા 24 કલાકમાં 150 મીમીથી વધુ મુશળધાર વરસાદ નૈનીતાલની સુંદરતાને પાણીની જેમ શોષી લીધો છે. નૈનીઝિલનું પાણી પ્રથમ વખત નૈના દેવી મંદિરની અંદર પહોંચ્યું છે. તળાવનું પાણી અહીંથી આવતા રાહદારીઓ માટે પણ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. મુશળધાર વરસાદને કારણે નૈનીતાલમાં પણ ભૂસ્ખલન શરૂ થયું છે.


 


સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ પર નજર રાખવા માટે દહેરાદૂનમાં એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. સીએમ પુષ્કર ધામી પણ કંટ્રોલ રૂમ દ્વારા રાહત અને બચાવ કાર્યનો હિસાબ લઈ રહ્યા છે. ઉત્તરાખંડની સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે.