Asad Ahmed Funeral Live: ચુસ્ત સુરક્ષા વચ્ચે સુપુર્દ એ ખાક અસદ અહમદ, માતા શાઇસ્તા પણ ન રહી શકી હાજર

Atiq Ahmed News: માફિયા અતીક અહેમદે પોતાના પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કોર્ટમાં અરજી કરી છે. માતા શાઇસ્તા પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે.

gujarati.abplive.com Last Updated: 15 Apr 2023 11:11 AM

બ્રેકગ્રાઉન્ડ

Atiq Ahmed News: માફિયા અતીક અહેમદે પોતાના પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કોર્ટમાં અરજી કરી છે. માતા શાઇસ્તા પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે.એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ઉમેશ પાલ હત્યા...More

શાઇસ્તા પરવીન પોતાના પુત્રનો ચહેરો પણ જોઈ ન શકી

અતીક અહેમદે પુત્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટનો સમય શરૂ થાય તે પહેલા જ તેમના અંતિમ સંસ્કાર શરૂ થઈ ગયા હતા. અતીક અશરફ અને અલી અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા ન હતા.  અસદની માતા શાઇસ્તા પરવીન તેના પુત્રને તેના અંતિમ  સંસ્કારમાં હાજર રહી શકી  હતી. તમને જણાવી દઈએ કે ગુરુવારે યુપી એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં અસદ અને ગુલામને ઠાર માર્યા હતા. અસદ અને ગુલામ ઉમેશ પાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હતા. ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ હત્યા કરવામાં આવી હતી. ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો.