Doda Terrorist Attack:આતંકી હુમલા બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. લાંબા સમય સુધી ચાલેલા અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે ગોળી વાગવાથી એક નાગરિક ઘાયલ થયો હોવાના અહેવાલ છે.


જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. આ વખતે મંગળવારે (11 જૂન 2024), આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર હુમલો કર્યો અને ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે આતંકવાદીઓની ગોળીઓથી એક નાગરિક ઘાયલ થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે આ હુમલાની માહિતી આપી હતી.


આ હુમલા અંગે જમ્મુના ADGP આનંદ જૈને જણાવ્યું હતું કે, "આ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને એક નાગરિક ઘાયલ થયો હતો, પરંતુ હવે વિસ્તાર ખતરાની બહાર છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે." રિયાસી અને કઠુઆ પછી છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ ક્ષેત્રમાં આ ત્રીજો આતંકી હુમલો છે.


આતંકીઓને ઠાર કર્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો


જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ એક ઘર પર ગોળીબાર કર્યા પછી સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યા ગયાના કલાકો પછી ડોડા જિલ્લામાં આતંકવાદી હુમલો થયો.                                                                                        


આ પહેલા જમ્મુ-કાશ્મીરના કઠુઆના હીરાનગર વિસ્તારમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું.. જમ્મુ-કાશ્મીર પોલીસે તેના એક્સ એકાઉન્ટ પર આ માહિતી  આપી હતી. બાદ સુરક્ષા દળોએ જવાબી ફાયરિંગ કરતા બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે.


 


જમ્મુ અને કાશ્મીરના કઠુઆ એન્કાઉન્ટરમાં આતંકવાદીઓએ મંગળવારે સાંજે આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીકના એક ગામ પર હુમલો કર્યો અને એક નાગરિકને ઘાયલ કર્યા પછી સુરક્ષા દળો દ્વારા એક શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીને માર્યો ગયો. સરહદ પારથી ઘૂસણખોરી કરી રહેલા બાકીના છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે એક વિશાળ ઓપરેશન  હાથ ધરાયુ હતું.