BCCIએ 500મી ટેસ્ટ મેચ માટે તમામ કેપ્ટનોને બોલાવ્યા, અઝહરૂદ્દીનની બાદબાકી
abpasmita.in | 16 Sep 2016 07:34 PM (IST)
મુંબઇઃ ન્યૂઝીલેન્ડ સાથે 22 સપ્ટેંબરના રોજ 500મી ટેસ્ટ મેચ રમાવાડવામાં આવશે. આ એતિહાસિક ટેસ્ટ મેચમાં માટે બીસીસીઆઇ ઉજવણીની તૈયારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કાર્યક્રમમા દિગ્ગજ ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અજહરૂદ્દીનના સમાવેશને લઇને સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. જેને લઇને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, તેને આમંત્રણ આપવામાં નહી આવે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 સપ્ટેંબરે 500મીં ટેસ્ટ મેચ રમાશે. આ પ્રસંગે BCCI દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં અત્યાર સુધીના તમામ કેપ્ટનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ મેચ ફિક્સિંગમાં ફસાયેલા ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીને આમંત્રણ આપવું કે નહી તેના પર સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. આ મેચમાં ટૉસ માટે પણ ખાસ ચાંદીનો સિક્કો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમા 500મી ટેસ્ટ મેચ લખવામાં આવ્યું છે. BCCIના વરિષ્ઠ અધિકારી અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘના અધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે BCCI તરફથી અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.