અમદાવાદઃ ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે, રાજ્યના મુખ્ય રાજકીય પક્ષોએ ચુંટણી પ્રચાર માટે અત્યારથી જ કમર કસી લીધી છે. આ રણનીતિના ભાગ રૂપે શુક્રવારે ગુજરાત કૉંગ્રેસ હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં કેવા પ્રકારનું આયોજન કરીને લોકોની વચ્ચે જવું તેના પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ હોદ્દેદારોને જેતે વિસ્તરોમાં જનસંપર્ક વધારી લોકાભીમુખ થવા પ્રદેશ પ્રમુખે આદેશ આપ્યો હતો.
કૉંગ્રેસે 2017ની ચુંટણીને લઇને ખેડૂતો માટે નીતિ તૈયાર કરી છે. જેની જાહેરાત સૌરાષ્ટ્ર ઝોનમાં યોજાનાર ખડૂત સંમેલન દરમિયાન કરવામાં આવશે. 21 સપ્ટેંબરના રોજ જૂનાગઢ ખાતે ખેડૂત સંમેલન કરવામાં આવનાર છે. ગુજરાત સરકારે એક સર્વે પર બે વીજ જોડાણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેના પર કૉંગ્રેસે જણાવ્યું હતું કે, તેની માંગ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર ઝોનમાં યોજાનાર ખેડૂત સંમેલનમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામથ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.