Health:શહેરોમાં રહેતા લોકો પેકેટ લોટનો ઉપયોગ કરે છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પેકેટના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થાય છે. આટલું જ નહીં તેનાથી સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓ થાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, કેવો  લોટ ખાવો  સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.


મેટ્રો શહેરોમાં રહેતા લોકો પેકેટ લોટનો ઉપયોગ કરે છે. કારણ કે તેમની જીવનશૈલી ગામમાં રહેતા લોકોથી એટલી અલગ છે કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે,જે રોટલી તમે સારી રીતે ખાઓ છો તે તમને ધીરે ધીરે બીમાર કરી શકે છે. વાસ્તવમાં, ઘણા આરોગ્ય નિષ્ણાતો માને છે કે તમે જે પ્રકારના દાણામાંથી બનેલ આ લોટ ખાઓ છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. બીજું કે,  બજારમાં મળતા લોટમાં અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. જે અનાજમાં મળતા પોષક તત્વોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે.


તે સ્વાસ્થ્ય માટે જોખમી છે


બજારમાં મળતો લોટ એટલો ઝીણો ઝીણો હોય છે કે તેના તમામ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.આ લોટમાં બિલકુલ ફાઈબર હોતું નથી. આવી સ્થિતિમાં, પેકેજ્ડ રોટલી પચવી ખૂબ મુશ્કેલ છે. લોટને સફેદ બનાવવા અને સારા દેખાવા માટે તેમાં નબળી ગુણવત્તાવાળા ચોખાનો લોટ ઉમેરવામાં આવે છે. લોટને ઝડપથી બગડતો અટકાવવા માટે તેમાં કેમિકલ પણ ઉમેરવામાં આવે છે. પેકેજ્ડ લોટ ખાવાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. આ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.


સ્વાસ્થ્ય માટે લોટ આવો હોવો જોઈએ


જો તમે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા માંગતા હોવ તો તમારે મલ્ટિગ્રેન લોટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ પેકેટનાં બંધ આવતા લોટને અવોઇડ કરવા જોઇએ.  જો તમને ફ્લોર મિલમાંથી તાજો પીસેલો લોટ મળે તો બેસ્ટ અથવા આપ ઘઊં ખરીદીને પીસાવા  તે પણ ઉત્તમ રહે છે.  જે લોટમાં વધુ બ્રાન હોય છે તે પેટ અને પાચન બંને માટે ખૂબ સારું છે. ફાઈબરથી ભરપૂર લોટ ખાવાથી સ્થૂળતા નિયંત્રણમાં રહે છે. ઘઉંના લોટમાં મકાઈ, જુવાર, રાગી, સોયાબીન અને ચણા મિક્સ કરીને પીસી લો. આ પેટ માટે એકદમ બેસ્ટ રહે છે.