Gujarat Politics :લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરી રહી છે. આજે પણ 2500 કોંગી નેતાએ હાથનો સાથ છોડીને સી. આર પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે.  ઉલ્લેખનિય છે કે, ખંભાત બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલે થોડા સમય પહેલા જ પક્ષ અને હોદ્દા પરથી આપ્યું હતું રાજીનામુ ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

Continues below advertisement

સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન ચેરમેનો સહિત અંદાજીત 2500 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. રાજેન્દ્રસિંહ પરમાર, અમિત ચાવડા સહિત ભરતસિંહ સોલંકીના નજીકના લોકો ભાજપમાં જોડાયા  છે. ભાજપમાં સતત ભરતી મેળો ચાલી રહ્યો છે ગઇઈકાલે જ વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા.

કોણ છે ચિરાગ પટેલ

Continues below advertisement

ચિરાગ પટેલ  કોંગ્રેસનો જૂનો ચહેરો છે. ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમણે 2022ની ચૂંટણીમાં  3711 મતથી ભાજપના મહેશ રાવલને હરાવી જીત હાંસિલ કરી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પણ રહી પદે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે  કોન્ટ્રાક્ટર છે.ભાજપનું ઓપરેશન લોટસને લઇને કૉંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે  પ્રતિક્રિયા આપી છે, તેમણે જણાવ્યું કે,  કૉંગ્રેસનો એકપણ કાર્યકર્તા ભાજપમાં નથી જોડાયા,ભાજપના જ કાર્યકર્તાઓ ફરી વાપસી કરતા ભાજપમાં જોડાયા છે.

તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીના પરિપેક્ષમાં  મોટી તૈયારી આદરી દીધી છે. રાજ્યના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ  સંમેલન યોજશે.સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ત્રણ તાલુકાઓમાં કોંગ્રેસ  પદયાત્રા યોજશે. 75 આગેવાનોને તાલુકા કક્ષાએ સંમેલનોની જવાબદારી સોપાઇ છે.