Shahi Samuh Lagnotsav, Jam Kandorna: લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે, એકબાજુ કોંગ્રેસ તુટી રહી છે, તો બીજીબાજુ ભાજપ પોતાને વધુને વધુ તાકાવર બનાવવા માટે કામ લાગી છે, ત્યારે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર દિગ્ગજ નેતા જયેશ રાદડિયાએ હૂંકાર કર્યો છે. જયેશ રાદડિયાએ જામ કંડોરણામાં યોજાયેલા લેઉવા સમાજના શાહી સમૂહ લગ્નોત્સવમાં હૂંકાર કર્યો છે, અને કહ્યું છે કે, હું સમાજની વાત આવે ત્યારે સમાજનો જ નેતા છું, તેમને માર્મિક ભાષામાં ઠપકો આપ્યો હતો.
સૌરાષ્ટ્રના લેઉવા સમાજના શાહી સમૂહ લગ્નોત્સવ હાલમાં જ જામકંડોરણામાં યોજાયા હતા, અહીં સમાજની લાડકડી દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી અને સાથે સાથે હૂંકાર પણ ભર્યો હતો. જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને માર્મિક ભાષામાં આ પ્રસંગે ઠપકો પણ આપ્યો હતો.
જયેશ રાદડિયાએ જામકંડોરણા સમૂહ લગ્નમાં સમાજને લઈ નિવેદન એક મોટુ નિવેદન આપ્યુ હતુ, જે ચર્ચાનો વિષય બન્યું છે. જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે હું રાજકારણ કરતો નથી, અને કરવાનો પણ નથી, સમાજની વાત આવે ત્યારે રાજકારણ એકબાજએ રાખુ છું. સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો, સમાજના આગેવાનને પાડી દે તે લેઉવા પટેલ સમાજનો ના કહેવાય. સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી નહીં શકે. સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને નથી મળ્યો, એ સમાજની કમનસીબી કહેવાય. જયેશ રાદડિયાએ વધુ હૂંકાર કરતાં કહ્યું કે, મજબૂત નેતા-આગેવાનને સ્વીકારજો માયકાંગલાને નહીં, ગમે તે વિસ્તાર કે ગામનો હોઈ કોઈપણ કામ હોઈ જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે, ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સમાજના 80 ટકા લોકો મુશ્કેલીમાં છે, સમાજની મુશ્કેલી છે કે એક રહેવા માટે હાંકલ કરવી પડે છે. લેઉવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો વ્યક્તિ આગળ આવે તો તેને એકવાર પાડી નો દે તો એ લેઉવા પટેલ સમાજનો કહેવાય. પાડી દેવાની નીતિ ના રાખો, સમાજના નેતા 6 મહિને નથી મળતા, જે મજબૂત નેતા હોઈ તેમને સ્વીકારો. જયેશ રાદડિયાએ કહ્યું કે, અમે કોઈ દિવસ સમાજને વચ્ચે રાખ્યું નથી, સમાજની વાત આવે એટલે અમે રાજકારણ એક બાજુએ મૂકી દીધું છે, સમાજ પહેલા અને પછી રાજકારણ. ખાસ વાત છે કે, લાડકડી દીકરીના આ આઠમા શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ સમાજને આવું તોફાની ભાષણ આપ્યુ હતુ.