PUBG ની જેમ, શું હવે બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) પર પણ પ્રતિબંધ લગાવાશે? ક્રાફ્ટન કંપનીની આ ખાસ ગેમ આ દિવસોમાં ભારતીય સુરક્ષા એજન્સીઓના નિશાના પર છે. જોકે, સરકાર તેના પર પ્રતિબંધ મૂકશે કે નહીં તેની ખાતરી નથી. મીડિયા રિપોર્ટ્સમાંથી જાણવા મળ્યું છે કે, સરકાર ક્રાફ્ટનની અન્ય ગેમ BGMI પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. અહેવાલ છે કે, સરકારને આ ગેમ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે, કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક બની શકે છે. જો કે આ નિર્ણય પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગેમ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ સાયબર હુમલા માટે થઈ શકે છે. સુરક્ષા એજન્સી માટે આ ચિંતાનો વિષય છે.


રિપોર્ટમાં શું છે


રિપોર્ટ્સમાં પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સીમા હૈદર એક પાકિસ્તાની નાગરિક છે, જે વર્ષ 2019માં ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે ભારતના સચિન મીનાના પ્રેમમાં પડી ગઈ હતી અને માર્ચ 2023માં નેપાળમાં સચિનને ​​મળવા આવી હતી. જ્યાં બંનેએ લગ્ન કરી લીધા હતા. આ પછી સીમા હૈદર ગેરકાયદેસર રીતે ભારત આવી હતી. જે બાદ યુપી પોલીસે જુલાઈ 2023માં બંનેની ધરપકડ કરી હતી. પોલીસને સીમા હૈદર પાકિસ્તાની જાસૂસ હોવાની પણ શંકા હતી. સુરક્ષા એજન્સીને ચિંતા છે કે ભવિષ્યમાં BGMI ગેમ સાથે પણ આવું જ કંઈક થઈ શકે છે.


BGMI ને કેટલા સમય સુધી પ્રતિબંધિત કરી શકાય?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે આ મામલાની તપાસ કરવા માટે ક્રાફ્ટનને પ્રશ્નોની યાદી આપી છે. હવે કંપનીના જવાબની રાહ જોવાઈ રહી છે.આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે એક અઠવાડિયા પછી આ અંગે સરકારની બેઠક છે. જેમાં BGMIના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકાશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ગેમ પર પ્રતિબંધ મૂકે છે કે નહીં?