Ahmedabad News:  ભરણપોષણની અરજીને લઇને હાઇકોર્ટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ડીવોર્સી પત્નીએ  ભરણપોષણ માટેની માંગણી કરતી પતિ સામે કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ અરજી સામે પતિએ પણ વાંધાજનક અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ડિવોર્સ બાદ પત્નીને અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાથી તે ભૂતપૂર્વ પતિ સામે ભરણપોષણની માંગણી કરે તે યોગ્ય નથી. જો કે કોર્ટે પતિની અરજીને ફગાવતા જણાવ્યું કે, મહિલાના લગ્ન બાદ કોઇ પુરુષ સાથેના સંબંધને વ્યભિચાર ન ગણાવી શકાય.


 કોર્ટે પતિ સામેની   અરજીને ફગાવી છે. ભરણપોષણ કેસમાં હાઇકોર્ટે  મહત્વનો નિર્ણય કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, સ્ત્રી તરફથી થયેલ વ્યવહાર સતત વ્યાભિચાર હોય તો ભરણપોષણને હક્કદાર નહી પરંતુ 'ડિવોર્સી પત્ની તરફથી એકલ દોકલ સંબંધ વ્યાભિચાર ન ગણાવી શકાય આ રીતે  કોર્ટે ડીવોર્સી પત્નીની ભરણપોષણ માટેની માંગ સામેની  પતિની વાંધા  અરજી ફગાવી છે.                                                                                     


સમગ્ર ઘટના શું છે


ડિવોર્સ બાદ મહિલાના  બોયફ્રેંડ જોડે સંબંધ હોવાથી તેમણે આ સમયે ભરણપોષણની માંગણી કરી ન હતી પરંતુ થોડા સમય બાદ  તેમનું બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ જતાં સ્ત્રીએ પૂર્વ પતિ પાસે ભરણપોષણની માંગણી કરી હતી. જેના અનુસંધાને પતિએ તેમના જીવનમાં અન્ય પુરૂષનો આધાર હોવાથી ભરણપોષણની અરજી સામે વાંધા અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી હતી અને પતિને ભરણપોષણ આપવો આદેશ કર્યો છે. સમગ્ર ઘટનાનું મુલ્યાકન કરતા કોર્ટે જાણાવ્યું કે, ડિવોર્સી પત્ની તરફથી એકલ દોકલ સબંધ ને વ્યાભિચાર ગણી શકાય નહીં. જો સ્ત્રી તરફથી થયેલ વ્યવહાર સતત વ્યાભિચાર હોય તો તે ભરણપોષણને હક્કદાર નથી,ડીવોર્સી સ્ત્રી એ પોતાના પૂર્વ પતિ પાસે પુત્ર માટે ભરણપોષણ માટે કરેલી માંગણી સામે પતિએ કરેલી અરજી કોર્ટે ફગાવી છે. સતત આચરણથી વ્યાભિચાર સાબિત ન થતો હોય તેવા કિસ્સામાં ભરણપોષણનો દાવો નકારી શકાય નહીં તેવું હાઇકોર્ટ નું અવલોકન છે.