ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ એક સાથે સામુહિક રાજીનામાં આપી દિધા છે. એક જ સાથે એક વિભાગના 12 અધિકારીઓએ રાજીનામાં આપી દેતા મામલો ગરમાયો છે. ભાવનગર મનપા ચર્ચામાં આવ્યું છે. 


ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ સામુહિક રાજીનામાં ધરી દીધા છે.  સતત માનસિક ટોર્ચરીંગ અને માનસિક ત્રાસના કારણે રાજીનામાં ધરી દીધા છે.  સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વિભાગના C.S.I, S.I, S.S.I ના અધિકારી અને કર્મચારીઓએ રાજીનામાં આપ્યાં છે. 


 


View Pdf


રાજીનામું આપનાર અધિકારી અને કર્મચારીઓ 


જે બી ગરચર
સતીષ દવે
ગૌતમ બારૈયા
પ્રદિપ ધોરિયા
મુકેશ ગોહીલ
રાજેશ વેગડ
હનિફ  મન્સુરી
વર્ષાબેન વણકર
પરેશભાઈ મેર
યશભાઈ બારૈયા
શહેઝાદ ગડણ
શૈલેષ ચૌહાણ  


ગુજરાતમાં ત્રાટકી શકે છે ભારે પવન સાથે કમોસમી વરસાદ, જાણો આંબાલાલે શું કરી આગાહી


રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત  આંબાલાલે 11 અને 12 મે વાતાવરણના પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે.  


રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત  આંબાલાલે પણ વાતાવરણના પલટાની વાત કરી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ગુજરાતમાં 11 અને 12 મે કમોસમી વરસાદની ફરી આગાહી કરી છે.


વાવાઝોડા વિશે શું કરી આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર મે માસમાં વરસાદ સાથે વાવાઝોડુ પણ આવી શકે છે. જેની અસર દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશ પર રહેશે. તો 28મી મેથી 4 જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.આબાંલાલના અનુમાન મુજબ મે અને જૂનમાં વાવાઝોડું આવી શકે છે.ઉપરાંત નવેમ્બરમાં પણ તેજ પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આંબાલાલે મે અને જૂનમાં ગુજરાતમાં પણ વાવાઝાડો અને વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. નવેમ્બરના મધ્યમાં પણ વાવાઝોડો અને વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. ઉપરાંત આબાલાલાના કહેવા મુજબ 28મી મેથી 4 જૂન વચ્ચે  ફરી અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ  સર્જાશે. જેના કારણે સૌરાષ્ટ્ર અને પશ્ચિમમા વરસાદ થઇ શકે છે.  કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે. ચોમાસની વાત કરીએ તો આંબાલાલ મુજબ  ચોમાસાની વિધિવત  શરૂઆત 20 જૂનની આસપાસ થવાનો અનુમાન વ્યક્ત  કર્યો છે.