ભાવનગરઃ જિલ્લા માટે વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. મોડી રાત્રે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા છે. ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાનાં ઉગળવામાં વધુ બે કેસ આવ્યા છે. મળતી માહિતી મુજબ ૨૩ વર્ષીય યુવાન અને ૪૦ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બન્નેને હાલમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 40 વર્ષીય  મહિલા તળાજાના સરતાનપર ગામના રહેવાસી છે. તળાજાના સરતાનપર ગામમાં થોડા દિવસ પૂર્વ હત્યામાં સામેલ હોવાથી ફરાર હતી આ મહિલા. હાલ 40 વર્ષીય મહિલા હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ સાથે જ ભાવનગરમાં કુલ કેસની સંખ્યા 101એ પહોંચી ગઈ છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 07 લોકોના મોત થયા છે જ્યારે 49 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હજુ પણ 45 કોરોનાના એક્ટિવ કેસ છે જે સારવાળ હેઠળ છે.