ભાવનગર: તળાજા તાલુકાના દાઠા ગામમાં આવેલ તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરો તણાયા છે. જેમાંથી ત્રણ કિશોરનો આબાદ બચાવ થયો છે જ્યારે એક કિશોરનું ડૂબી જવાથી મોત થયું છે. દાઠા ગામે મામાનાં ઘરે રહતો ઊગમ નામનો કિશોર મિત્રોની સાથે ન્હાવા ગયો હતો. એ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થતા મોત થયું છે. જ્યારે અન્ય કિશોરનો આબાદ બચાવ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.


રાજ્યમાં હજુ ત્રણ કલાક ભારે, ક્યાં-ક્યાં વરસાદ તુટી પડવાની કરાઇ આગાહી ?


 સમગ્ર રાજ્યમાં સવારથી જ ભારે પવન અને વંટોળ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, હવે આ મુદ્દે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યું છે, આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ પણ ત્રણ કલાક ભારે વરસાદ, પવન અને વંટોળ સાથે વરસી શકે છે.


આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી - 
હવામાન અપડેટ અનુસાર, રવિવારે 4થી જૂને સવારથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ નુકશાન થવાનુ પણ સામે આવ્યુ છે. હવે આ મામલે વધુ એક મોટી આગાહી છે કે, આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ફરી એકવાર તૂટી પડશે. ગુજરાતમાં જુદાજુદા જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદ (5-15 મીમી/કલાક) સાથે હળવા વાવાઝોડાની આગાહી છે. છોટાઉદેપુરે અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 


ક્યાં-ક્યાં તુટી પડશે વરસાદ - 
આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના આ જિલ્લા વરસાદ તુટી પડશે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, તાપી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે પવન -વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમીની રહી શકે છે. 


અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ સાથે  વરસાદ ખાબક્યો. મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. મોડાસાના લીંભોઈ, ગાજણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાયડ તાલુકામાં પણ સવારથી  ધોધમાર વરસાદની શરુઆત થઇ.