Yuvrajsinh Jadeja: ડમીમાં તોડકાંડમાં યુવરાજસિંહને આજે કોર્ટમાં રજૂ કરાશે, યુવરાજસિંહના સાળાની પણ કરાઇ ધરપકડ

મોડી રાત્રે એક વાગ્યાને 20 મિનિટે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.

gujarati.abplive.com Last Updated: 22 Apr 2023 03:27 PM

બ્રેકગ્રાઉન્ડ

Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ડમીમાં તોડકાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રકાશ દવે પાસેથી 45 લાખ તો પ્રદિપ બારૈયા પાસેથી 55...More

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે કોઈ પૈસા લીધા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું કાયદાકીય પ્રક્રિયા કરતો રહિશ. નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજાને આજે ભાવનગર પોલીસ કોર્ટમાં રજૂ કરશે. બપોરે 4થી 4:30 વચ્ચે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાશે. તોડકાંડ અંગે યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરશે