ભાવનગર: આપણે એવું તો ઘણી વખત સાંભળ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસોને યોગ્ય જવાબ નથી મળતો અથવા ખરાબ વર્તન કરવામાં આવે છે. જો કે, આજે ભાવનગરમા જે કિસ્સો સામે આવ્યો તેમાં તો પોલીસ કંટ્રોલમાં રાત્રિના સમયે રેન્જ આઈ.જી નો પણ ફોન રિસીવ કરવામાં ન આવતા ચકચાર મચી જવા પામ્યો છે.


રેન્જ આઈ.જી ગૌતમ પરમારના બંગલા પાસે લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું


બનાવ બે દિવસ પહેલાનો છે જેમાં રેન્જ આઈ.જી ગૌતમ પરમારના બંગલા પાસે લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. એ સમયે આઈ.જી દ્વારા કંટ્રોલ વિભાગને જાણ કરવા ફોન કરવામાં આવ્યો હતો પરંતુ કંટ્રોલ વિભાગમાં IG નો ફોન ઉપાડવામાં ન આવતા કડક પગલાં ભરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કોઈએ ફોન ન ઉપાડતા ભાવનગરના રેન્જ આઇ.જી એ ખાનગી કારમાં કંટ્રોલ વિભાગની મુલાકાત લીધી હતી. એ સમયે કંટ્રોલ વિભાગમાં કોઈ હાજર ન જણાતા કાર્યવાહી કરવામાં આવી છે.


પોલીસ સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ભાવનગરના પાંચ ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે જેમની ડ્યૂટી હતી તે અધિકારીઓને પણ 15 થી 20 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. સવાલ એ છે કે જો ભાવનગર રેન્જ આઈ.જીનો પણ કંટ્રોલ વિભાગ ફોન ઉપાડતી ન હોય તો સામન્ય નાગરિકકોનું શું થતું હશે. હાલમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.


ભાવનગરનાં મહુવા તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જમાઈએ જ સસરાની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. રાજુલાના કુંભારીયા ગામનો જમાઈ તુલસી ખીમાભાઈ ચૌહાણએ સસરાની હત્યા કરી નાખી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતિ-પત્ની વડાળ ગામથી મહુવા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન છકરડા પાસે જમાઈએ બાઈક લઈને આવેલા સસરાને પાઇપ મારી પછાડી દઈ છરીના ચારથી પાંચ ઘા ઝિંકી પતાવી દીધા હતા.


જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સનાભાઇ ચીથરભાઈ દાઠીયા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવનું કારણ દિકરી પાંચ છ દિવસથી રિસામણે હતી જેને પરત નહિ મોકલતા બનવા બન્યો હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.