Exam Cancel: ભાવનગરમાં આજે યોજાનારી એનસીસી સર્ટિફિકેટ ની પરીક્ષામાં રદ્દ રાખવામાં આવી છે. આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા રદ્દ કરવાનું કારણ એનસીસી તરફથી આપવામાં આવ્યું નથી. એનસીસી તરફથી હજુ સુધી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાજ્યમાં તમામ જગ્યાએ એનસીસીની પરીક્ષાનું પેપર આજે રદ્દ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં પેપર લીકના ગુનેગારો સામે આકરી સજાની જોગવાઈ છે. જે મુજબ 3 થી 10 વર્ષની સજા થઈ શકે છે તેમજ ગુનેગારોને રૂ. એક લાખથી લઈ એક કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને પણ બે થી 10 વર્ષની સજા થઈ સકે છે. તેમજ આ મામલે આરોપીઓને જામીન મળતા નથી. કેન્દ્ર સરકારે પેપર લીકને રોકવા માટે તાજેતરમાં લોકસભામાં બિલ રજૂ કર્યુ હતું.