Gujarat assembly election 2022: ભાવનગર વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે અરવિંદ કેજરીવાલે ભવ્ય રોડ-શૉ યોજ્યો હતો. જેમાં તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ પરિવારના ભાઈ બનીને જવાબદારી સંભાળશે અને સૌથી પહેલા ગુજરાતમાં મોંઘવારી દૂર કરશે તેવું વચન આપ્યું હતું. 


 






ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પક્ષો એડીચોટીનું ચોર લગાવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરીને દમખમથી પ્રચાર કરી રહી છે. ભાવનગર શહેરની સાત વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા માટે આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલ ભાવનગર ખાતે આવ્યા હતા જેમાં તેઓએ શહેરના રૂપમ ચોકથી મેન બજાર ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ સાથે જ અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન અનેક નિવેદન બાજી કરી હતી. જેમાં તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સૌથી પહેલા મોંઘવારી દૂર કરશે ત્યારબાદ બેરોજગાર યુવાનોને રોજગાર આપશે સાથે જ દિલ્હી અને પંજાબ મોડલની પણ અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં વાતો કરી હતી. બેરોજગાર યુવાનોને રોજગારીની તક ઊભી ન થાય ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપશે તેવું જણાવ્યું. આ સાથે જ અરવિંદ કેજરીવાલે ભાવનગર પશ્ચિમના ઉમેદવાર રાજુ સોલંકીને તેમની સાથે કાર પર બેસાડીને રોડ શો યોજ્યો હતો.


ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઈટાલીયાએ શું આપી પ્રતિક્રિયા


સુરત મહિધરપુરા હીરા બજારમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની,આપ નેતા અલ્પેશ કથીરીયાએ ચૂંટણી સભા યોજી હતી ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા વિશે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. 


વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જ્યારે સુરત મહીધરપુરા હીરા બજારમાં કતારગામ, કરંજ, વરાછા, સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ચારે ઉમરેદારોએ સભા યોજી હતી. સભાને સાંભળવા મોટી સંખ્યામાં લોકોની લીડ ઉમડી હતી. સભાને સંબોધતા ગોપાલ ઇટાલીયાએ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. આ લોકોએ ઢંઢેરામાં કહ્યું કે, મહિલાઓ અને બાળકોને બસમાં મુસાફરી ફ્રી. કેજરીવાલ સાત વર્ષથી દિલ્હીમાં આ સુવિધા આપે છે. હાલ જાહેર કર્યું કે, 7 મેડિકલ કોલેજ બનાવશે. 27 વર્ષ દરમ્યાન કેમ યાદ ન આવ્યું. અમે આપેલા વચનોને આ લોકોએ જાહેર કર્યા છે, Eને ચૂંટણી ઢંઢેરો ના કહેવાય.


સાવરકુંડલામાં ભાજપને મોટો ફટકો


ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન સાવરકુંડલામાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. સાવરકુંડલાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેઓ આપના વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની હાજરીમાં આપમાં સામેલ થયા હતા. અલ્પેશ કથીરિયાએ ખેસ અને ટોપી પહેરાવી તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા.