Arvind Kejriwal Gujarat Visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ હાલમાં ભાવનગર પહોંચ્યા છે. ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટીના દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ એક દિવસીય પ્રવાસ પર છે. સીએમ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ સ્થળ પહેલા નિલમબાગ પેલેસ પહોંચ્યા હતા. જ્યાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે કેજરીવાલે મુલાકાત કરી હતી. 15 થી 20 મિનિટ સુધી યુવરાજ જ્યવીરાજ સાથે મુલાકાત થઈ હોવાની વાત સામે આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરના યુવરાજ સાથેની કેજરીવાલની મુલાકાતને લઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.


તો બીજી તરફ તેમના મળ્યા બાદ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકો સાથે સંવાદ કરવા પહોંચ્યા છે. મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યુવાનો સાથે શિક્ષણ અને રોજગાર સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલના આગમનને લઈને મોટી સંખ્યામાં યુવાનો આ સંવાદમાં ભાગ લેવા ઉમટી પડ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ ઇન્દ્રનિલ રાજ્યગુરુ તેમજ યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર છે. અરવિંદ કેજરીવાલના આગમન સમયે લોકોની ચિચિયારીઓથી હોલ ગુંજી ઉઠ્યો હતો. 


હવે AAPએ કયા બે સરકારી વિભાગોને લઈ કરી મોટી જાહેરાત?


અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રીય થઈ ગઈ છે. તેઓ સરકારી વિભાગો સાથે સંકળાયેલા કર્મચારીઓની સમસ્યાઓ દૂર કરવાની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા તેના સત્તાવાર ગુજરાત આમ આદમી પાર્ટીના ટ્વીટર હેન્ડલથી વધુ બે સરકારી વિભાગના કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 


તેમણે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હવાલાથી ટ્વીટ કર્યું છે કે, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તેમજ હોમગાર્ડસના તમામ કર્મચારીઓની સમસ્યાનું આમ આદમી પાર્ટીની સરકાર બનવાના 1 મહિનાની અંદર જ નિરાકરણ લાવીશું! દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ભાજપની ઓફરના દાવા બાદ કહ્યું છે કે દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સૂત્રોએ કહ્યું છે કે મનીષ સિસોદિયા પાસે ભાજપના કોલનું રેકોર્ડિંગ છે. મનીષ સિસોદિયાએ કોલ દરમિયાન ભાજપના નેતાનું રેકોર્ડિંગ કર્યું હતું. જો જરૂર પડશે તો આ કોલ રેકોર્ડિંગ રિલીઝ પણ કરી શકાય છે.




 



દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે આનો મતલબ સીબીઆઈ ઈડીની રેડને દારૂની નીતિ અને ભ્રષ્ટાચાર સાથે કોઈ લેવાદેવા નથી? આ દરોડા માત્ર દિલ્હીમાં ‘આપ’ સરકારને તોડવા માટે જ પાડવામાં આવ્યા હતા? જેમ કે તેઓએ અન્ય રાજ્યોમાં કર્યું છે. આ પછી કેજરીવાલે લખ્યું કે દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે.


AAP તોડો અને ભાજપમાં જોડાઓ - મનીષ સિસોદિયાને ઓફર મળ્યાંનો દાવો 
દિલ્હીમાં એક્સાઈઝ પોલિસી પર સીબીઆઈના ચક્રવ્યૂહમાં ઘેરાયેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ મોટું નિવેદન આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. મનીષ સિસોદિયાએ ટ્વિટ દ્વારા કહ્યું છે કે મને ભાજપ તરફથી સંદેશ મળ્યો છે - AAP તોડો અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ થઈ જશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપને મારો જવાબ છે કે હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું. હું મારું માથું કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો.