ભાવનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા આજે ભાવનગર ખાતે પાટીદાર જન આક્રોશ રેલીનું આયોજન કરાયું છે. જોકે, રેલીને મંજૂરી આપવામાં ન આવી હોવાથી ઘર્ષણ થવાની સંભાવના છે. રેલીને સફળ બનાવવા 'પાસ'ના આગેવાનો છેલ્લા 15 દિવસથી સભાઓ કરી રહ્યા છે. રેલીને લઈને ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે અત્યારે પાટીદાર અગ્રણી અને વકીલ બાબુભાઈ માંગુકિયાની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. શહેરના માધવ કોમ્પ્લેક્ષ પાસેથી તેમની અટકાયત કરવામાં આવી છે. આ અગાઉ રેશ્મા પટેલ, અતુલ પટેલ, વરુણ પટેલ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.