ભાવનગરઃ ભાવનગરના તળાજામાં 20 વર્ષના એક યુવકે 42 વર્ષની મહિલાને બાઈક પર લિફ્ટ આપી હતી ને પછી નિર્જન જગ્યાએ લઈ જઈને તેમની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ અંગે મહિલાએ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.



ભાવનગરના તળાજા પોલીસ મથકમાં 42 વર્ષની મહિલાએ 20 વર્ષીય યુવક વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, આ 20 વર્ષીય યુવકે પહેલાં બાઈક પર લીફ્ટ આપી હતી અને પછી રસ્તામાં આવતી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.



મહિલા પર આ નિર્જન જગ્યાએ તેણે પહેલાં હુમલો કર્યો અને પછી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા સાથે શારીરિક સંબધો બાંધીને યુવક તેમને રસ્તા પર મૂકીને જતો રહ્યો હતો. આ પહેલાં પણ વિસ્તારમાં આ રીતે જ બળાત્કારની ઘટના બની હતી.  પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બુમરાહની હેટ્રિકમાં કોહલીએ ભજવ્યો કી રોલ, જાણો કેવી રીતે

હૈદરાબાદઃ PUBGની લતે યુવકને પહોંચાડ્યો ICUમાં, હાલત જોઈ ડોક્ટરો પણ રહી ગયા દંગ, જાણો વિગતે

HSRP નંબર પ્લેટ વગર વાહન દોડાવતાં લોકો થઈ જાવ સાવધાન, જાણો કારણ