ભાવનગર અને અમદાવાદ વચ્ચેના રોડને 9 મહિના સુધી બંધ રાખવાનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે. 9 મહિના સુધી ડાયવર્ઝન કરવાના નિર્ણયને રદ કરાયો છે. કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ જાહેરનામાનો વિરોધ કર્યો હતો. 9 મહિના સુધી 80 કિલોમીટરના ડાયવર્ઝનના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.
સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલો
સાંસદ શક્તિસિંહ ગોહિલે આ રસ્તો બંધ કરવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, શોર્ટ રૂટના નામથી ઓળખાતો ભાવનગરથી અમદાવાદ જતા રસ્તાને સરકારશ્રીએ બંધ કરવાનો જે તઘલખી નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેર વિચારણા કરે તેવી માંગ કરું છુ. બ્રિજના કામ માટે રસ્તો 9 મહિના સુધી સંર્પૂણ બંધ કરી 80 કિલોમીટર સુધીનું લાબું ડાયવર્ઝન ? સરકારશ્રીએ કોન્ટ્રાક્ટરનું હિત નહીં લોકહિતનું ધ્યાન રાખવું જોઈએ. રસ્તાની સમાંતર આવતા ગામોમાંથી ડાયવર્ઝન આપવા જોઈએ જેથી નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ અને મુસાફરોને હાડમારીનો સામનો ન કરવો પડે.
CBI Summons Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBI નું સમન્સ, પૂછપરછ માટે બોલાવાયા
CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) સવારે 11 વાગ્યે બોલાવ્યા છે. નવી લિકર પોલીસી કેસમાં સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે. CBI અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
CBIના સમન્સ બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “અત્યાચારનો ચોક્કસ અંત આવશે. સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલના સમન્સને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ.
જણાવી દઈએ કે નવી દારૂ નીતિના મામલામાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.
શુક્રવારે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાની ધરપકડને લઈને ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઘણી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે જે દેશને આગળ વધવા દેવા માંગતી નથી. તે નથી ઈચ્છતા કે ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળે. ગરીબનું બાળક ભણે તો દેશ પ્રગતિ કરે, એ લોકો નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે. એવા લોકો કોણ છે જેઓ નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે ? આ તમામ લોકોએ મળીને મનીષ સિસોદિયાને જેલમાં મોકલી દીધા હતા.