BHAVNAGAR: મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી હતી, સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટૉરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. જે ગઈ તારીખ 5 મેએ ગુમ થઇ ગયો હતો, બાદમાં તેની લાશ મળી આવી હતી, હવે આ યુવાનના મૃતદેહને ભાવનગરમાં લાવવામાં આવ્યો છે. 


મૃતક પટેલ યુવાન આયુષ પટેલ છેલ્લા ચાર વર્ષથી ટૉરેન્ટોમાં આવેલી યોર્ક યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો, જે ગઇ 5 મએ યોર્ક યૂનિવર્સિટીએ જવા માટે નીકળ્યો હતો, બાદમાં તેનો મૃતદેહ મળ્યો હતો. હવે આયુષના પાર્થિવ દેહને તેના મૂળ ગામ ભાવનગરમાં લાવવામાં આવ્યો છે. થોડીવાર બાદ તેની અંતિમ વિધિ કરવામાં આવશે


મૃતક આયુષ પટેલના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકેની ફરજ બજાવે છે. મૃતક આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી York યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. હાલ આયુષનાં પરિવારજનો રહસ્યમય મોતના મામલે કઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.


 


 


Bhavnagar: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડમી કાંડને લઇને એક પછી એક અપડે સામે આવી રહ્યાં છે, હવે આ કડીમાં વધુ બે આરોપીઓને ડમી કાંડ મામલે એસઆઇટીની ટીમે ઝડપી પાડ્યા છે. ભાવનગરમાં સામે આવેલા મોટા ડમી કાંડમાં SITની ટીમને મોટી સફળતા મળી છે, SITની ટીમે તળાજામાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 


માહિતી પ્રમાણે, ભાવનગરમાં ઉજાગર થયેલા મોટા ડમી કાંડ મામલામાં SITની ટીમે કૌશીકભાઇ મહાશંકરભાઇ જાની અને રાજુભાઇ ઉર્ફે રાજ ગીગાભાઇ ભાલીયા બન્નેને ઝડપી પાડ્યા છે, આ બન્ને તળાજાના રહેવાસી છે. ડમી કાંડમાં પકડાયેલ બન્ને આરોપી 36 વિરુદ્ધ નોંધાયેલી FIR પૈકીના છે. SIT ટીમ ડમી કાંડમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ ચૂકી છે, જ્યારે હજુ 19 આરોપીઓ ફરાર છે.


 


Bhavnagar: ડમી કાંડમાં વધુ બે આરોપીઓને SITએ ઝડપી પાડ્યા, જાણો હજુ કેટલા આરોપીઓ છે ફરાર


Dummy scam: તોડકાંડમાં પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા, જાણો કોના ઘરેથી મળ્યા આ રૂપિયા


Dummy scam: તોડકાંડમાં ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ દ્વારા આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. પોલીસે આ 38 લાખ રૂપિયા આરોબી કાનભા ગોહિલના મિત્રના ઘરેથી રિકવર કર્યા છે. નોંધનીય છે કે, આરોબી કાનભા એ યુવરાજસિંહનો સાળો છે. પોલીસે આ રૂપિયા પંચોની હાજરીમાં કબ્જે લીધા હતા.